Government notice to online cab companies: કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિવિધ મોબાઇલ એટલે કે એન્ડ્રોઇડ અને આઇફોન પર અલગ અલગ કિંમતોના દાવાઓ બાદ સોશિયલ મીડિયા પર આ શૅર કર્યું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- ઍપ્સ પર એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે ટૅક્સી બૂક કરવા માટે જુદા જુદા ભાવ?
- ઓલા અને ઉબરને અલગ અલગ કિંમતો અંગે સરકારની નોટિસ જાહેર
- યુઝરના હાર્ડવેરના આધારે ભાડામાં ફેરફાર કરવાનું ટેકનિકલી શક્ય છે?
ઓલા અને ઉબર જેવા ઓનલાઇન ટૅક્સી ઍપ્સ વિવાદમાં રહે છે. થોડા સમય પહેલા આ ઍપ્સ પર એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે ટૅક્સી બૂક કરવા માટે જુદા જુદા ભાવ દર્શાવતા લોકોએ ગુસ્સે વ્યક્ત કર્યો હતો. આ કંપનીઓ દ્વારા જુદા જુદા ભાવ દર્શાવતા હવે સરકાર દ્વારા કાર્યવાહી કરવા માટે પગલાં લીધા છે. ગ્રાહક બાબતોના વિભાગે, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા, ગુરુવારે કૅબ એગ્રીગેટર્સ ઓલા અને ઉબરને અલગ અલગ કિંમતો અંગે નોટિસ જાહેર કરી.
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિવિધ મોબાઇલ એટલે કે એન્ડ્રોઇડ અને આઇફોન પર અલગ અલગ કિંમતોના દાવાઓ બાદ સોશિયલ મીડિયા પર આ શૅર કર્યું. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પર લખ્યું, "વિવિધ મોબાઇલ મોડેલો (આઇફોન/એન્ડ્રોઇડ) પર આધારિત વિભિન્ન કિંમત નિર્ધારણ અંગે અગાઉ કરવામાં આવેલી ટિપ્પણીઓને પગલે, ગ્રાહક બાબતોના વિભાગે CCPA દ્વારા મુખ્ય કૅબ એગ્રીગેટર્સ સામે કાર્યવાહી કરી છે. તેમને નોટિસ જાહેર કરવામાં આવી છે." ઓલા અને ઉબર અને તેમનો જવાબ માગવામાં આવ્યો છે."
ADVERTISEMENT
As a follow-up to the earlier observation of apparent #DifferentialPricing based on the different models of mobiles (#iPhones/ #Android) being used, Department of Consumer Affairs through the CCPA, has issued notices to major cab aggregators #Ola and #Uber, seeking their…
— Pralhad Joshi (@JoshiPralhad) January 23, 2025
ગયા મહિને જોશીની ચેતવણી પછી આ તાજેતરનો વિકાસ થયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે "ગ્રાહકોના શોષણ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા રહેશે." તેમણે CCPA ને આ આરોપોની સંપૂર્ણ તપાસ કરવા પણ કહ્યું. કેન્દ્રીય મંત્રીએ આ પ્રથાને "પ્રથમ દૃષ્ટિએ અન્યાયી વેપાર પ્રથા" અને ગ્રાહકોના પારદર્શિતાના અધિકારની "સ્પષ્ટ અવગણના" ગણાવી. ગયા મહિને, એક ચોંકાવનારી થિયરીએ ઇન્ટરનેટ પર ભારે હોબાળો મચાવ્યો. શું આ ઍપ્સ એક જ રાઇડ માટે આઇફોન વપરાશકર્તાઓ પાસેથી એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ કરતાં વધુ ચાર્જ લઈ રહી છે? ઘણા લોકોએ આ અંગે પોતાના અનુભવો સોશિયલ મીડિયા પર શૅર કર્યા. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા પરીક્ષણો દર્શાવે છે કે આ દાવાઓ ફક્ત કાવતરું હોય શકે છે.
ચેન્નાઈમાં એક જ રૂટ માટે કૅબનું ભાડું iPhone અને Android ઉપકરણ પર એકસાથે તપાસવામાં આવ્યા હતા. જેમાં iOS વપરાશકર્તાઓ માટે સતત ઊંચા ભાડા દર્શાવવામાં આવ્યા હતા. જોકે, આ પેટર્ન ટૂંકી, એકલ યાત્રાઓ માટે વધુ સ્પષ્ટ દેખાતી હતી. પરંતુ આ અસમાનતા પક્ષપાતનો નિર્ણાયક પુરાવો નથી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. રિપોર્ટ અનુસાર, ચેન્નાઈ સ્થિત રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ ફાસ્ટ્રેકના મેનેજિંગ ડિરેક્ટર સી અંબિગપતિએ દાવો કર્યો હતો કે યુઝરના હાર્ડવેરના આધારે ભાડામાં ફેરફાર કરવાનું ટેકનિકલી શક્ય છે. "કંપનીઓ માટે હાર્ડવેર વિગતોના આધારે ભાડામાં ફેરફાર કરવો અને `ડાયનેમિક પ્રાઇસિંગ અલ્ગોરિધમ્સ`ના આડમાં છુપાવવું એ બાળકની રમત છે," તેમણે કહ્યું.
અંબિગપતિએ એવી પણ દલીલ કરી હતી કે કંપનીઓ વર્તનની આગાહી કરવા માટે ભૂતકાળના વપરાશકર્તા ડેટાનો ઉપયોગ કરે છે. "એકવાર તેઓ નિયમિત વપરાશકર્તાને ઓળખી કાઢે છે, પછી તેઓ ભાડામાં વધારો કરે છે, તેમને વિશ્વાસ હોય છે કે વપરાશકર્તા આખરે બુકિંગ કરશે," તેમણે કહ્યું. જોકે, નિષ્ણાતો વધુ પારદર્શિતા માટે હાકલ કરતા કહે છે કે, "જો અંદાજિત સમય, અંતર અને રાઈડ મોડ જેવા પરિબળો સુસંગત હોય, તો વપરાશકર્તાઓને તેમના ઉપકરણના આધારે ભેદભાવનો સામનો કરવો ન જોઈએ."