તે અમેરિકાથી ઇન્ડિયા આવ્યો છે. બૅન્ગલોરમાં રહેવા માટે ડિસન્ટ જગ્યા શોધતી વખતે તેને અનુભવ થઈ ગયો કે આ શહેરમાં જૉબ શોધવા કરતાં રહેવા માટે ઘર શોધવું વધારે મુશ્કેલ છે
ગૂગલનો ઇન્ટરવ્યુ ક્લિયર કરનાર બૅન્ગલોરમાં ભાડૂત તરીકેના ઇન્ટરવ્યુમાં ફેલ થઈ ગયો
કોઈ અજાણ્યા શહેરમાં સેટલ થતી વખતે અનેક આશ્ચર્યજનક અનુભવો થાય. હવે રિપુ દમન ભદોરિયા નામના એક લિન્ક્ડઇન યુઝરે તેનો એક્સ્પીરિયન્સ શૅર કર્યો છે. તે અમેરિકાથી ઇન્ડિયા આવ્યો છે. બૅન્ગલોરમાં રહેવા માટે ડિસન્ટ જગ્યા શોધતી વખતે તેને અનુભવ થઈ ગયો કે આ શહેરમાં જૉબ શોધવા કરતાં રહેવા માટે ઘર શોધવું વધારે મુશ્કેલ છે. તેણે તેની લિન્ક્ડઇન પોસ્ટમાં લખ્યું કે ‘ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અનેક અપાર્ટમેન્ટના માલિકોએ તેમના મકાનને ભાડે આપતાં પહેલાં સામેવાળી વ્યક્તિના ઇન્ટરવ્યુ લેવાનું શરૂ કર્યું છે. ભાડૂત તરીકેના મારા પહેલા જ ઇન્ટરવ્યુમાં હું ખરાબ રીતે ફેલ થઈ જતાં મને ખૂબ આશ્ચર્ય થયું હતું. મેં ગૂગલનો ઇન્ટરવ્યુ ક્લિયર કર્યો હતો, પરંતુ બૅન્ગલોરમાં ભાડૂત તરીકેના ઇન્ટરવ્યુમાં ફેલ થઈ ગયો. કેમ કે, એ ગૂગલના ઇન્ટરવ્યૂ કરતા વધારે ટફ છે.’