આ બિઝનેસમૅન લાઇફબોટ દ્વારા પત્નીને બચાવવામાં સફળ થયો હતો, પણ પોતે જહાજ પર જ રહી ગયો હતો
લાઇફ મસાલા
જૉન જેકબ એસ્ટરની ઘડિયાળ
૧૯૧૨ની ૧૪ એપ્રિલે ટાઇટૅનિક હોનારત થઈ ત્યારે જહાજ પર સવાર સૌથી અમીર વ્યક્તિ હતી જૉન જેકબ એસ્ટર. ૧૧૨ વર્ષ બાદ જૉનની સોનાની ઘડિયાળની ૧૨ કરોડ રૂપિયામાં હરાજી થઈ છે. આ બિઝનેસમૅન લાઇફબોટ દ્વારા પત્નીને બચાવવામાં સફળ થયો હતો, પણ પોતે જહાજ પર જ રહી ગયો હતો. ટાઇટૅનિક ડૂબી ગયાના લગભગ એક અઠવાડિયા બાદ સમુદ્રમાં જૉનનો મૃતદેહ મળ્યો હતો. તેના ખિસ્સામાંથી સોનાની વૉચ અને ગોલ્ડ કફલિન્ક્સ મળી આવ્યાં હતાં, જેમની તાજેતરમાં હરાજી થઈ હતી. એ વખતે જૉન જેકબની સંપત્તિ ૭૨૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જેની કિંમત આજે અબજો ડૉલર હશે.