તેનું કહેવું છે કે મેં એક્સ-બૉયફ્રેન્ડને તમામ પ્રકારે બ્લૉક કરી દીધો છે અને એટલે તેણે ત્રાસ આપવાનો નવો કીમિયો શોધી કાઢ્યો છે
અજબગજબ
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
યુવાનોમાં ફ્રેન્ડશિપ, પૅચઅપ, બ્રેકઅપ ચાલ્યા કરતું હોય છે. ઘણી વાર બ્રેકઅપ થયા પછી કોઈ એક પાત્ર બીજાને ત્રાસ પણ આપતું હોય છે. કોઈ-કોઈ વાર હુમલાની ઘટનાઓ પણ બને છે, પરંતુ એક યુવતી એક્સ-બૉયફ્રેન્ડના વિચિત્ર પ્રકારનો ત્રાસ સહન કરે છે. એ યુવતીએ સોશ્યલ મીડિયા પર પોતાની વ્યથાકથા કહી છે. તેનું કહેવું છે કે મેં એક્સ-બૉયફ્રેન્ડને તમામ પ્રકારે બ્લૉક કરી દીધો છે અને એટલે તેણે ત્રાસ આપવાનો નવો કીમિયો શોધી કાઢ્યો છે. બૉયફ્રેન્ડ યુવતીને દર મિનિટે ૧ રૂપિયો Gpay કરે છે. આને કારણે તેના ફોનમાં સતત નોટિફિકેશન આવતાં રહે છે એટલે યુવતી બરાબરની ત્રાસી ગઈ છે. લોકો યુવતીને એ માટે જાતજાતની સલાહ આપી રહ્યા છે.