શહેરમાં બીજે ફરવાને બદલે ‘પુષ્પા 2’ મૂવી જોવાની જીદ કરી, પણ બૉયફ્રેન્ડે ના પાડી. બસ, એ વાતથી નારાજ
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
ઝારખંડના ધનબાદમાંથી વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભણતી એક છોકરીને મળવા માટે તેનો બૉયફ્રેન્ડ આવ્યો હતો. છોકરી બૉયફ્રેન્ડ સાથે શહેરમાં ફરવા નીકળી હતી અને બૉયફ્રેન્ડ જે હોટેલમાં રોકાયો હતો ત્યાં પહોંચી હતી. જોકે તેણે શહેરમાં બીજે ફરવાને બદલે ‘પુષ્પા 2’ મૂવી જોવાની જીદ કરી, પણ બૉયફ્રેન્ડે ના પાડી. બસ, એ વાતથી નારાજ થઈને તેણે હોટેલના ત્રીજા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે બચી ગઈ હતી. તેને તરત જ હૉસ્પિટલમાં લઈ જઈને સારવાર ચાલુ કરી છે અને તેની પરિસ્થિતિ નાજુક છે.