Ghibli Art Trend: AI દ્વારા સર્જાયેલ ઇમેજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને, સ્ટુડિયો ગીબલી (Studio Ghibli) ઇમેજ લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. AIની મદદથી બનેલી આ કલાત્મક તસવીરોમાં હાયાઓ મિયાઝાકીની પ્રખ્યાત ફિલ્મોની ઝલક જોવા મળે છે.
દેવેન્દ્ર ફડણવીસ અને નરેન્દ્ર મોદીની ગીબલી આર્ટ તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)
AI દ્વારા સર્જાયેલ ઇમેજ (AI Generated Image) સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને, સ્ટુડિયો ગીબલી (Studio Ghibli) ઇમેજ લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. AI એ બનાવેલી આ કલાત્મક તસવીરોમાં હાયાઓ મિયાઝાકી (Hayao Miyazaki)ની પ્રખ્યાત ફિલ્મોની ઝલક જોવા મળે છે, જેમાં કાલ્પનિક દૃશ્યો, ભવ્ય લૅન્ડસ્કેપ અને ઍક્સપ્રેસિવ આંખો ધરાવતા પાત્રો સામેલ હોય છે. ChatGPT એ એઆઈ-જનરેટેડ ઇમેજ (AI-Generated Image) બનાવવા માટે એક નવું ફીચર લૉન્ચ કર્યું છે, જે Studio Ghibli જેવી મનમોહક ઇમેજ તૈયાર કરી શકે છે. માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટ (Text Prompt) દ્વારા લોકો હવે સરળતાથી આકર્ષક દૃશ્યો અને પાત્રો સર્જી શકે છે.
we are launching a new thing today—images in chatgpt!
— Sam Altman (@sama) March 25, 2025
two things to say about it:
1. it`s an incredible technology/product. i remember seeing some of the first images come out of this model and having a hard time they were really made by AI. we think people will love it, and we…
ADVERTISEMENT
ચૅટ-જીપીટીનો ઉપયોગ કરી મફતમાં એઆઈ-જનરેટેડ ગીબલી આર્ટ કેવી રીતે બનાવવું?
ChatGPT દ્વારા સ્ટુડિયો ગીબલી ઇમેજ બનાવવી ખૂબ જ સરળ છે. માત્ર તમારે સાચો પ્રોમ્પ્ટ આપવાનો અને AI તમારા માટે અનોખી ઇમેજ તૈયાર કરી આપશે. ગીબલી આર્ટ જેનરેટ કરવાના સ્ટેપ્સ:
- ChatGPT શરૂ કરો: chat.openai.com પર જઈને તમારું OpenAI અકાઉન્ટ લૉગ-ઇન કરો.
- નવી ચેટ શરુ કરો: લૉગ-ઇન થયા પછી "New Chat" બટન પર ક્લિક કરો.
- પ્રોમ્પ્ટ એન્ટર કરો: ઇમેજ બનાવવા માટે પ્રોમ્પ્ટ એન્ટર કરો. ઉદાહરણ તરીકે, તમે લખી શકો: "A peaceful village in Studio Ghibli art style."
- ઇમેજ જનરેટ કરો: Enter દબાવો અને ChatGPT તમારા પ્રોમ્પ્ટને સમજીને AI-generated ઇમેજ બનાવશે.
- ડાઉનલોડ કરો: ઇમેજ રેડી થયા પછી, તેને ડાઉનલોડ કરવા માટે "Save image as..." વિકલ્પની પસંદગી કરો.
AI-generated Ghibli ઇમેજ કેમ બની રહી છે લોકપ્રિય?
AIની નવી ટેકનૉલોજી દ્વારા લોકો પોતાની ઈચ્છા પ્રમાણે સ્ટુડિયો ગીબલી ઇમેજ બનાવી શકે છે. આ ફીચર દ્વારા લોકો માત્ર એક પ્રોમ્પ્ટ દ્વારા ઇમેજ જનરેટ કરી શકે છે અને પોતાની કલ્પનાને જીવંત બનાવી શકે છે. ChatGPT Plus, Pro, Team, અને કેટલાક Subscription Tier યુઝર્સ માટે આ સુવિધા ઉપલબ્ધ છે. CEO Sam Altman અનુસાર, AI-Generated ઇમેજ માટેની માગ વધારે હોવાને કારણે ફ્રી યુઝર્સ માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં થોડો સમય લાગી શકે છે.
That’s my #ghibli style entry ?
— Devendra Fadnavis (@Dev_Fadnavis) March 27, 2025
Technology just doesn’t stop surprising us pleasantly ! @narendramodi @fadnavis_amruta pic.twitter.com/r2vTqj61vO
ChatGPT સિવાય અન્ય ફ્રી ઑપ્શન દ્વારા Ghibli ઇમેજ કેવી રીતે બનાવી શકાય?
જે લોકો પાસે ChatGPTનો પેઈડ એક્સેસ નથી, તે નીચે જણાવેલા વિકલ્પો દ્વારા પણ Ghibli આર્ટ બનાવી શકે છે:
- Gemini અને GrokAI: આ બંને પ્લેટફૉર્મ Ghibli ઇમેજ બનાવી શકે છે, જો કે, અહીં સ્પષ્ટ પ્રોમ્પ્ટ આપવો જરૂરી છે. ઉદાહરણ તરીકે: "A serene Ghibli-style girl with flowing hair under a cherry blossom tree."
- Craiyon: એક સરળ વેબ-આધારિત AI ટૂલ જે પ્રાથમિક Ghibli ઇમેજ જનરેટ કરી શકે છે.
- Artbreeder: ચિત્રો ભેગા કરી અને તેની શૈલીમાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે, જો કે, કેટલાક ફીચર પેઈડ વર્ઝનમાં જ ઉપલબ્ધ છે.

