‘મારક સેવા’ઓ માટે જપાનીઓ ૩૦,૦૦૦ યેન એટલે કે ૧૭,૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે.
અજબ ગજબ
ટોક્યોના આ બારમાં લોકો પીવા નહીં, પૈસા ખર્ચીને મહિલા બાઉન્સર્સનો માર ખાવા જાય છે
જપાનના ટોક્યોનો બાર ગજબનો છે. અહીં જપાની લોકો પીવાબીવા નથી જતા, પણ સામે ચાલીને, રૂપિયા ખર્ચીને માર ખાવા જાય છે, બોલો! ટોક્યોના ‘મસલ ગર્લ્સ બાર’માં ‘બબલી બાઉન્સર’ જેવી મહિલાઓ ત્યાં આવનાર ગ્રાહકોને થપ્પડ અને લાત મારી-મારીને ખુશ કરે છે. ૨૦૨૦માં પોતાનું જિમ બંધ થયા પછી હરિ નામની ભૂતપૂર્વ ફિટનેસ યુટ્યુબર મહિલાએ ફિટનેસની થીમ પર આ બાર ખોલ્યો હતો. એમાં બ્રાઝિલિયન જિઉ-જિત્સુની વિદ્યાર્થિનીઓ, ફિટનેસ પ્રત્યે જાગ્રત મહિલાઓ, વ્યવસાયી મહિલા પહેલવાનો અને અભિનેત્રીઓ વેઇટ્રેસ તરીકે કામ કરે છે. ‘મારક સેવા’ઓ માટે જપાનીઓ ૩૦,૦૦૦ યેન એટલે કે ૧૭,૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. ફિલ્મ ‘કર્મા’માં થપ્પડ કી ગુંજને કારણે ‘દાદા ઠાકુર’ દિલીપકુમારનો પરિવાર વિખાઈ ગયો હતો, પણ અહીં થપ્પડ ખાઈને લોકો પોતાની મુશ્કેલી ભૂલી જતા હોવાનો દાવો થાય છે. મેક્સિકો, ડેન્માર્ક અને જર્મની સહિતના દેશોમાંથી સ્ત્રી-પુરુષો ખાસ માર ખાવા આ બારમાં આવે છે.