આ સાઇકલના ૩૭ ફૉર્વર્ડ અને ૭ રિવર્સ ગિયર્સ છે
Offbeat News
ભંગારમાં મળેલી ધાતુમાંથી તૈયાર કરવામાં આવી વિશ્વની સૌથી વજનદાર સાઇકલ
જર્મનીમાં ૨૧૭૭ કિલો વજનની એક સાઇકલ બનાવવામાં આવી છે. ભંગારમાં મળેલી ધાતુમાંથી તૈયાર કરવામાં આવેલી આ ક્લેઇન જૉહાના સાઇકલને જર્મનીની રેકૉર્ડ ઇન્સ્ટિટ્યૂટે વિશ્વની સૌથી વજનદાર સાઇકલ ગણાવી છે. એની લંબાઈ પાંચ મીટર અને ઊંચાઈ બે મીટર છે. એને બનાવનાર સેબાસ્ટિયન બ્યુટલર જર્મનીના સેક્સોની-ઍનહૉલ્ટ રાજ્યના કોથેન નામના શહેરમાં રહે છે. આ સાઇકલની ગિયર-સિસ્ટમ માટે ટ્રકના ગિયર-બૉક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાઇકલના ૩૭ ફૉર્વર્ડ અને ૭ રિવર્સ ગિયર્સ છે. જોકે કોઈ એક વ્યક્તિ માત્ર પેડલથી આ સાઇકલ ચલાવી શકે નહીં, પરંતુ આ સાઇકલ ૧૫ ટન વજન ખેંચી શકે છે. ક્લેઇન જૉહાના બનાવવા માટે ૨૫૦૦ કલાક લાગ્યા હતા. આ સાઇકલમાં એક બિલ્ટ-ઇન એન્જિન છે જે માત્ર આ સાઇકલનો ઉપયોગ કરનારના સેલફોનને ચાર્જ કરે છે. આ સાઇકલ કેટલી ઝડપથી ચાલે છે એની ઘોષણા કરવામાં નથી આવી. માત્ર રેકૉર્ડ માટે જ આ સાઇકલ બનાવાઈ હોવાનું જણાય છે.