મોટા ભાગનાં ફાઇટોકેમિકલ્સ સહેજ કડવાશ ધરાવતાં હોય છે જેનું પ્રમાણ ઘટવાથી ગ્રીન વેજિટેબલ્સ અને ફ્રૂટ્સની ગુણકારકતા જેટલી કહેવાય છે એટલી રહેતી નથી.
What`s Up!
પ્રતીકાત્મક તસવીર
ફ્રેશ ગ્રીન વેજિટેબલ્સ અને ફ્રૂટ્સની ખેતીમાં હવે ધરખમ ફેરફાર થવા લાગ્યા છે અને તાજેતરના સમયમાં પહેલાં કરતાં વધુ મીઠાં ફળ અને શાકભાજી ઊગે છે. જોકે એમાં જિનેટિકલ મૉડિફિકેશન પણ ઘણાં થાય છે જેને કારણે એની સ્વીટનેસ વધે છે. વધુ ગુણવાળાં થાય એ માટે અલગ-અલગ રંગ એટલે કે ફ્લેવનૉઇડ્સ હોય એવાં આકર્ષક દેખાતાં ફળોનું પ્રમાણ વધ્યું છે, પરંતુ એ દેખાવે અને કદાચ સ્વાદમાં જેટલાં સ્વીટ હશે એટલી માત્રામાં ગુણ વધતા નથી. ઍટ્રૅક્ટિવ ફળોના ઉત્પાદન માટે ફળોની કલમ દરમ્યાન ખાસ પ્રકારનાં ફાઇટોકેમિકલ્સના પ્રમાણમાં વધ-ઘટ કરવામાં આવે છે જેનાથી ફળના ગુણ ઘટી જાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનના રિસર્ચરોનું કહેવું છે કે છેલ્લાં ત્રીસ વર્ષમાં ફળ-શાકભાજીમાં ફાઇટોકેમિકલ્સ તરીકે ઓળખાતાં વિશેષ પ્રકારનાં કમ્પાઉન્ડ્સનું પ્રમાણ કુદરતી રીતે જ ઘટવાનું શરૂ થઈ ગયું છે. મોટા ભાગનાં ફાઇટોકેમિકલ્સ સહેજ કડવાશ ધરાવતાં હોય છે જેનું પ્રમાણ ઘટવાથી ગ્રીન વેજિટેબલ્સ અને ફ્રૂટ્સની ગુણકારકતા જેટલી કહેવાય છે એટલી રહેતી નથી.
આપણે ફળ અને શાકભાજીને વિટામિન્સ, મિનરલ્સ અને પોષક કુદરતી દ્રવ્યોથી ભરપૂર માનીએ છીએ; પણ એને વધુ સ્વાદિષ્ટ અને સુંદર બનાવવાની પ્રક્રિયાને કારણે તેમ જ વધુ ઉત્પાદન મેળવવા માટે અપાતી અકુદરતી ટ્રીટમેન્ટને કારણે એના ગુણ ઘટી જાય છે.