કરોડપતિ જમાલ અલ નાદકે 26 વર્ષની ઇન્ફ્લુઅન્સર પત્ની સૌદી અલ નાદક માટે ૫૦ મિલ્યન ડૉલર એટલે કે ૪૧૮ કરોડ રૂપિયામાં ખાનગી ટાપુ ખરીદી લીધો છે.
અજબ ગજબ
પત્ની બિકિની પહેરીને નિરાંત અનુભવે એટલે પતિએ ૪૧૮ કરોડનો ટાપુ ખરીદી લીધો
જો બીવી સે કરે પ્યાર... એ પતિ તાજમહેલ પણ બંધાવી શકે અને પર્વત તોડીને રસ્તો પણ બનાવી શકે. આવો જ એક પ્રેમી પતિ દુબઈમાં પણ છે. કરોડપતિ જમાલ અલ નાદકે 26 વર્ષની ઇન્ફ્લુઅન્સર પત્ની સૌદી અલ નાદક માટે ૫૦ મિલ્યન ડૉલર એટલે કે ૪૧૮ કરોડ રૂપિયામાં ખાનગી ટાપુ ખરીદી લીધો છે. પત્ની સૌદી બિકિની પહેરીને નિરાંત અનુભવી શકે, સુરક્ષિત અનુભવી શકે એટલે જમાલે ટાપુ ખરીદ્યો છે. સૌદીએ પોતે જ ઇન્સ્ટાગ્રામ પર આ વાત કરી છે. બ્રિટનમાં રહેતી સૌદીના ઇન્સ્ટાગ્રામ પર ૩ લાખથી વધુ ફૉલોઅર છે. દુબઈમાં ભણતાં હતાં ત્યારે બન્ને એકબીજાને મળ્યાં હતાં અને તેમની વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. લગ્નને ૩ વર્ષ થઈ ગયાં છે.