Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઑનલાઇન ચૅલેન્જના ચક્કરમાં આખા બિલ્ડિંગની પ્લમ્બિંગ સિસ્ટમને ચૉકઅપ કરી નાખી

ઑનલાઇન ચૅલેન્જના ચક્કરમાં આખા બિલ્ડિંગની પ્લમ્બિંગ સિસ્ટમને ચૉકઅપ કરી નાખી

Published : 09 May, 2023 12:45 PM | IST | Paris
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ રંગબેરંગી બૉલ્સ કદમાં રાઇના દાણા કરતાં પણ નાના હોય છે, પરંતુ પાણીમાં નાખતાં જ એ લખોટી કરતાં મોટું કદ ધારણ કરી લે છે. 

ચૅલેન્જના ભાગરૂપે આ ભાઈએ બાથટબ પાણીથી ભર્યા બાદ એમાં રંગબેરંગી બૉલ્સ નાખ્યા અને થોડા સમય બાદ જોયું તો તેનું આખું બાથટબ પાણીમાં ફૂલેલા બૉલ્સથી ભરાઈ ગયું હતું

Offbeat News

ચૅલેન્જના ભાગરૂપે આ ભાઈએ બાથટબ પાણીથી ભર્યા બાદ એમાં રંગબેરંગી બૉલ્સ નાખ્યા અને થોડા સમય બાદ જોયું તો તેનું આખું બાથટબ પાણીમાં ફૂલેલા બૉલ્સથી ભરાઈ ગયું હતું


જીવન પડકારોથી ભરેલું હોય તો જ જીવવાની મજા પડે, પણ એનો અર્થ એવો નથી કે નિરર્થક પડકાર ઝીલીને તકલીફોને નોતરું આપવું. પડકારની એક મજા એ હોય છે કે જો તમે જીત્યા તો માથું ઊંચું કરીને ગર્વ કરી શકો અને જો હાર્યા તો લોકોને મનોરંજનનું સાધન મળી રહે. 


તાજેતરમાં ફ્રાન્સમાં એક વ્યક્તિએ પાણીમાં ફૂલી જાય એવા રંગબેરંગી બૉલ્સથી પોતાના બાથટબને ભરવાની વાઇરલ ઑનલાઇન ચૅલેન્જ સ્વીકારી હતી. આ રંગબેરંગી બૉલ્સ કદમાં રાઇના દાણા કરતાં પણ નાના હોય છે, પરંતુ પાણીમાં નાખતાં જ એ લખોટી કરતાં મોટું કદ ધારણ કરી લે છે. 



ચૅલેન્જના ભાગરૂપે આ ભાઈએ બાથટબ પાણીથી ભર્યા બાદ એમાં રંગબેરંગી બૉલ્સ નાખ્યા અને થોડા સમય બાદ જોયું તો તેનું આખું બાથટબ પાણીમાં ફૂલેલા બૉલ્સથી ભરાઈ ગયું હતું. આ આખી વાતમાં આઘાતજનક બીના એ બની કે આ બૉલ્સ ગટરમાંથી નીચે સરકી જવાને કારણે આખા બિલ્ડિંગની પ્લમ્બિંગ સિસ્ટમ ચૉકઅપ થઈ ગઈ, જેને વ્યવસ્થિત કરાવતાં ઘણો સમય લાગ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2023 12:45 PM IST | Paris | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK