બૅગનું વજન ૧.૮ કિલોગ્રામ છે અને એની ઊંચાઈ ૨૩ સેન્ટિમીટર છે.
Offbeat News
ઉલ્કાના પથ્થરમાંથી ડિઝાઇનર બૅગ
લક્ઝરી વસ્તુઓ વેચતી ફૅશન કંપનીઓ નવાં-નવાં ગતકડાં શોધી કાઢવા માટે જાણીતી છે. વળી એના દ્વારા માર્કેટમાં વેચવા માટે લાવવામાં આવેલી વસ્તુઓની કિંમત જાણીને પણ તમે અવાક થઈ જાઓ. થોડા દિવસ પહેલાં આવી જ એક કંપનીએ ઠંડી દરમ્યાન પહેરવામાં આવતી વાંદરાટોપીની કિંમત ૩૨,૦૦૦ રૂપિયા રાખી હતી. તો એક ફ્લિપ-ફ્લૉપ એક પ્રકારના સ્લિપરની એક જોડીની કિંમત ૯૦૦૦ રૂપિયા હતી. હવે ફ્રેન્ચ બ્રૅન્ડ કોપરનીએ ઉલ્કાના પથ્થરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી એક ડિઝાઇનર બૅગ લૉન્ચ કરી છે, જેની કિંમત ૪૦,૦૦૦ યુરો (અંદાજે ૩૫ લાખ રૂપિયા) છે, જેને મિની મેટિયોરાઇટ સ્વાઇપ બૅગ તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્કાના રાખોડી રંગના પથ્થરમાંથી થોડી બૅગ બનાવવામાં આવી છે. પૃથ્વી પર જ્યાં-જ્યાં ઉલ્કાઓ પડી છે એના આધારે આ બૅગ બનાવવામાં આવશે. બૅગનું વજન ૧.૮ કિલોગ્રામ છે અને એની ઊંચાઈ ૨૩ સેન્ટિમીટર છે. કંપનીએ સ્પષ્ટતા કરી હોવાથી આ એક હૅન્ડમેડ હોવાથી એનો આકાર કંપનીએ દર્શાવેલા આકાર કરતાં થોડો અલગ હોઈ શકે છે. બૅગ પર કંપનીનો લોગ પણ છે. આ બૅગ આર્કિયોલૉજી, ડિઝાઇન અને કલાને જોડે છે. આ ઉલ્કાપિંડ ૫૫,૦૦૦ વર્ષ પહેલાં પૃથ્વી પર પડ્યો હતો. આ ઉલ્કાનો જ પથ્થર હોવાની ખાતરી પણ લેવામાં આવી છે. જો તમે આ બૅગ બનાવવાનો ઑર્ડર આપવાના હો તો ૬ સપ્તાહમાં આ બૅગ તમારા ઘરે આવી જશે.