ફ્રાન્સની સરકારે હમણાં દેશવ્યાપી જાહેરાત કરી છે કે કોઈએ સોનાનું ઘુવડ શોધવાની તસ્દી લેવાની જરૂર નથી
અજબગજબ
ઘુવડ સુધી પહોંચવા માટે ૧૧ કોયડા આપ્યા હતા
ઘુવડને સામાન્ય રીતે અપશુકનિયાળ ગણવામાં આવે છે પણ ફ્રાન્સની સરકાર અને આખો દેશ સોનાનું ઘુવડ શોધવામાં લાગી પડ્યાં હતાં. એ એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય એ રીતે આખો દેશ જ્યાં-ત્યાં સોનાનું ઘુવડ શોધી રહ્યો હતો. ફ્રાન્સની સરકારે હમણાં દેશવ્યાપી જાહેરાત કરી છે કે કોઈએ સોનાનું ઘુવડ શોધવાની તસ્દી લેવાની જરૂર નથી. મળી ગયું છે. પણ આપણને સવાલ થાય કે આ લોકો ઘુવડ શા માટે શોધતા હતા? વાત એવી છે કે ફ્રાન્સના લેખક મૅક્સ વૅલેન્ટાઇને ૧૯૯૩ની ૨૩ એપ્રિલે સોનાના ઘુવડની પિત્તળથી બનેલી પ્રતિમા સીક્રેટ લોકેશનમાં સંતાડી દીધી હતી અને પોતાની નવલકથામાં ઘુવડ સુધી પહોંચવાનો રસ્તો પણ બતાવ્યો હતો. ઘુવડ સુધી પહોંચવા માટે ૧૧ કોયડા આપ્યા હતા. એમાં કેટલાક તો ગણિતના સવાલ હતા અને કેટલાક રમતના અને કેટલાક ઇતિહાસના પ્રશ્ન હતા. ઘુવડ શોધી લાવનારને ઇનામમાં સોનાનું ઘુવડ આપવાની જાહેરાત કરી હતી. ૨૦૦૯માં મૅક્સ વૅલેન્ટાઇન ગુજરી ગયા પછી મિશેલ બેકરે આ ચળવળનું સુકાન સંભાળ્યું. એ પછી છેક ૩૧ વર્ષે ઘુવડની એ પ્રતિકૃતિ મળી ગઈ છે.