જુવાનીમાં દોસ્તો સાથે દુનિયા ઘૂમવાની મજા જ કંઈક ઑર છે. જુવાનીમાં મિત્રો સાથે બનાવેલી યાદો તમને પાછલી વયે નૉસ્ટાલ્જિક ફીલ આપે છે.
અજબગજબ
બ્રિટનમાં રહેતી મૅરિયન, સુઝૅન, મૅરી અને કૅરોલ નામની ચાર બહેનપણીઓ
જુવાનીમાં દોસ્તો સાથે દુનિયા ઘૂમવાની મજા જ કંઈક ઑર છે. જુવાનીમાં મિત્રો સાથે બનાવેલી યાદો તમને પાછલી વયે નૉસ્ટાલ્જિક ફીલ આપે છે. કેટલીક ફ્રેન્ડશિપ સમય જતાં છૂટી જાય છે તો કેટલાક દોસ્તો તમામ પડકારો પાર કરીને ટાઇમલેસ થઈ જાય છે. બ્રિટનમાં રહેતી મૅરિયન, સુઝૅન, મૅરી અને કૅરોલ નામની ચાર બહેનપણીઓ જ્યારે સ્કૂલમાં હતી ત્યારે ૧૭ વર્ષની ઉંમરે ઇંગ્લૅન્ડના ડેવનમાં એક દરિયાકિનારાના રિસૉર્ટમાં ફરવા ગયેલી. ૧૯૭૨માં જ્યારે તેમણે આ યાદગાર ટ્રિપ માણેલી ત્યારે જ નક્કી કરેલું કે જ્યારે તેઓ ૭૦ વર્ષનાં થશે ત્યારે ફરીથી ડેવન આવશે અને આ જ જગ્યાએ મળશે. આ ચાર બહેનપણીઓમાંથી સુઝૅને ફોટોગ્રાફરની સફળ કરીઅર બનાવી હતી. ૭૦ વર્ષે જ્યારે મળવાનું નક્કી થયું ત્યારે સુઝૅને ૧૭ વર્ષની વયે થયેલી એ ટ્રિપનો એક યાદગાર ફોટો રીક્રીએટ કરવાનો આઇડિયા આપ્યો. ચારેય દાદીઓએ પણ એ ફોટાને ડિટ્ટો ૧૭ વર્ષ જેવો બતાડવા માટે એવાં જ કપડાં પહેર્યાં હતાં. સોશ્યલ મીડિયા પર આ બન્ને ફોટો જોઈને લોકો આ દાદીઓની ચાર્મિંગ પર્સનાલિટી પર ઓવારી ગયા છે.