હાલમાં યુટ્યુબર તરીકે જાણીતા માર્ક રૉબર અગાઉ નાસા અને ઍપલ જેવી કંપનીમાં કામ કરી ચૂક્યા છે
Offbeat News
આકાશમાંથી ફેંક્યું ઈંડું, છતાં એ ફૂટ્યું નહીં
ઈંડાને માત્ર પાંચ ફુટની ઊંચાઈથી ફેંકીએ તો પણ એ ફૂટી જાય છે, પરંતુ જો એને આકાશમાંથી ફેંકવામાં આવે તો શું થાય? આવા સામાન્ય સ્કૂલના છોકરાઓને થતા સવાલ પર નાસાના વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો હતો. હાલમાં યુટ્યુબર તરીકે જાણીતા માર્ક રૉબર અગાઉ નાસા અને ઍપલ જેવી કંપનીમાં કામ કરી ચૂક્યા છે તેમણે આ પ્રયોગ કરી જોયો. પહેલાં તો તેઓ ઈંડાને આકાશમાં લઈ ગયા. ત્યાર બાદ ત્યાંથી કઈ રીતે એ ફૂટ્યા વગર પાછું ધરતી પર આવે એના પ્રયોગ કરવા લાગ્યા. માર્ક પહેલાં દુબઈમાં આવેલા બુર્જ ખલીફાના સૌથી ઊંચા બિલ્ડિંગ પરથી ઈંડું ફેંકવાના હતા. ત્યાર બાદ તેમણે એના કરતાં પણ વધુ ઊંચાઈએ જવાનું નક્કી કર્યું. નાસાના ભૂતપૂર્વ એન્જિનિયર ઈંડાને એક રૉકેટમાં ફિટ કરવામાં અને એને બલૂન દ્વારા આકાશમાં લઈ જવામાં સફળ રહ્યા. ચોક્કસ ઊંચાઈએ પહોંચ્યા બાદ ઈંડાને પૃથ્વી પર ધકેલવામાં આવ્યું. ઈંડાને એક નરમ સપાટી પર ઉતારવાનો હેતુ હતો જેથી એમાં તિરાડ ન પડે. ઈંડું આકાશમાંથી નીચે પડે ત્યારે એ ફૂટી ન જાય એની કાળજી રાખવાની નથી. ઈંડાને ઇન્સ્યુલેટ કરવામાં આવ્યું ન હોત તો રસ્તામાં જ ફૂટી ગયું હોત. ૨૬ મિનિટના વિડિયોને ૨.૨ કરોડ લોકોએ જોયો હતો. ઈંડું ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર પાછું પડ્યું હોવા છતાં ફૂટ્યું નહોતું.