હાથીને માનવવસાહતમાં આવતાં રોકવા માટે પૅટ્રોલિંગ ટીમને અલર્ટ કરી છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
હરિદ્વારના જગજિતપુરમાં એકસાથે પાંચ હાથી ઘૂસી ગયા હતા. રાતે સુનકાર હતો અને લોકો સૂવાની તૈયારી કરતા હતા ત્યાં હાથીનો અવાજ આવવા માંડ્યો. લોકોએ બારી-દરવાજા ખોલીને જોયું તો સોસાયટીમાં એક પછી એક એમ પાંચ હાથી આવી ગયા હતા. હાથીઓએ કોઈ નુકસાન નહોતું કર્યું તો પણ લોકો એટલા ગભરાઈ ગયા હતા કે ઘરની બહાર જ નહોતા નીકળ્યા. રેન્જ ફૉરેસ્ટ અધિકારી શૈલેન્દ્ર નેગીએ કહ્યું કે ‘ભોજનની શોધમાં ઘણી વાર પ્રાણીઓ માનવવસ્તીમાં આવી જાય છે. ઉત્તરાખંડમાં આવી ઘટના સામાન્ય છે. જોકે એમ છતાં હાથીને માનવવસાહતમાં આવતાં રોકવા માટે પૅટ્રોલિંગ ટીમને અલર્ટ કરી છે, જેથી બીજી વાર હાથીઓ સોસાયટીમાં આવી ન જાય.’

