દર વર્ષે લગભગ ૨૫ લાખ લોકોને ફેફસાંના કૅન્સરનું નિદાન થાય છે
લાઇફમસાલા
પ્રતીકાત્મક તસવીર
દર વર્ષે લગભગ ૨૫ લાખ લોકોને ફેફસાંના કૅન્સરનું નિદાન થાય છે અને કૅન્સરના દર આઠમાંથી એક દરદીને ફેફસાંનું કૅન્સર થાય છે. દર વર્ષે ફેફસાંના કૅન્સરને કારણે વિશ્વમાં ૧૮ લાખ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ કૅન્સરને ક્યૉર કરે એવી દવામાં પણ હજી જોઈએ એટલી સફળતા નથી મળી ત્યારે એક આશાસ્પદ શરૂઆત થઈ છે ફેફસાંના કૅન્સરની વૅક્સિનની. બાયોઍનટેક દ્વારા ડેવલપ થયેલી BNT116 નામની આ વૅક્સિન મૂળે mRNA પ્રકારની છે. આ કૅન્સર નૉન-સ્મૉલ સેલ લંગ કૅન્સરને ટ્રીટ કરવા માટે તૈયાર થઈ છે જે સૌથી કૉમન ટાઇપનું ફેફસાંનું કૅન્સર છે. તાજેતરમાં બ્રિટન, અમેરિકા, પોલૅન્ડ, જર્મની, હંગેરી, ટર્કી અને સ્પેન એમ સાત દેશોમાં કુલ ૩૪ રિસર્ચ સાઇટ્સ પર આ વૅક્સિનની ટ્રાયલ શરૂ છે. વિવિધ સ્ટેજનું કૅન્સર ધરાવતા લગભગ ૧૩૦ દરદીઓ પર આ વૅક્સિનનો પ્રયોગ થશે અને સાથે તેમને ઇમ્યુનોથેરપી પણ આપવામાં આવશે. જો આ વૅક્સિનની હ્યુમન ટ્રાયલને સફળતા મળશે તો ફેફસાંનું કૅન્સર થવાનું જોખમ ધરાવતા બહુ મોટા વર્ગ માટે આશાનું કિરણ બનશે.