રોબોએ અચાનક આવું કેમ કર્યું એ વિશે હવે સંશોધન ચાલી રહ્યું છે.
રોબો
સાઉથ કોરિયાના ગુમી શહેરના સિટી કાઉન્સિલ બિલ્ડિંગમાં સિવિલ સર્વન્ટ તરીકેનું કામ કરતા એક રોબોએ સુસાઇડ કર્યું હોવાનું કહેવાય છે. આ રોબોને ૨૦૨૩ના ઑક્ટોબરમાં તહેનાત કરવામાં આવ્યો હતો અને એનું કામ ડેઇલી ડૉક્યુમેન્ટ્સની ચોક્કસ જગ્યાઓએ ડિલિવરી કરવાનું હતું. આ રોબો સિટી હૉલથી લઈને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે માહિતીની આપ-લે કરવાનું બહુ મહત્ત્વનું કામ કરતો હતો. થોડા દિવસ પહેલાં આ રોબોએ બીજા માળના દાદરા પરથી પડતું મૂક્યું હતું. આ રોબો જાતે જ લિફ્ટ બોલાવીને સિટી કાઉન્સિલના તમામ માળ પર આપમેળે છૂટથી હરવા-ફરવાનું કામ જાણતો હતો છતાં રોબોએ દાદર પરથી પડતું મૂક્યું કે કોઈકે એને ધક્કો માર્યો એ શોધવાનું બાકી છે. પહેલા માળના છજા પર રોબો પડ્યો ત્યારે એ બંધ થઈ ગયો હતો. એના અંદર-બહારના પાર્ટ્સ કામ કરતા બંધ થઈ ગયા હતા. રોબોએ અચાનક આવું કેમ કર્યું એ વિશે હવે સંશોધન ચાલી રહ્યું છે. એના મેટલના ભાગને ભેગા કરીને આવું કેમ થયું એ શોધવામાં આવશે.