દ્વારકા એક્સપ્રેસવે પર લક્ઝરી ગાડીઓના ચાલકો ખુલ્લેઆમ કાયદો તોડતા નજર આવે છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ગુરુગ્રામના દ્વારકા એક્સપ્રેસવે પરનો એક ખતરનાક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં સ્કૉર્પિયો કારમાં સવાર કેટલાક યુવાનો ચાલતી ગાડીમાં ફટાકડા ફોડતા હોય એવું દેખાયું હતું. આવો સ્ટન્ટ કારચાલકો માટે તો જોખમી હતો જ, પણ અન્ય રાહગીરો માટે પણ મોટું જોખમ બની શકતો હતો. વિડિયો જોઈને ગુરુગ્રામ પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને કાર ચલાવનારા યુવકોની ઓળખ અને તપાસ શરૂ કરી દીધી હતી.
દ્વારકા એક્સપ્રેસવે પર લક્ઝરી ગાડીઓના ચાલકો ખુલ્લેઆમ કાયદો તોડતા નજર આવે છે. સ્ટન્ટબાજી અને ખતરનાક ડ્રાઇવિંગ આ રોડ પર આમ વાત થઈ ગઈ છે.


