પહેલી નજરે કોઈ હોટેલ હોય એવું જ લાગે એવા કોચ બનાવાયા છે. ફિનલૅન્ડની ટ્રેનના કોચનો એક વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર વાઇરલ થયો છે.
ફાઇવસ્ટાર હોટેલ જેવી છે ફિનલૅન્ડની ટ્રેનો
આખા વિશ્વમાં સૌથી ખુશખુશાલ દેશ ગણાતા ફિનલૅન્ડની ટ્રેનો બહુ જ આકર્ષક છે. પહેલી નજરે કોઈ હોટેલ હોય એવું જ લાગે એવા કોચ બનાવાયા છે. ફિનલૅન્ડની ટ્રેનના કોચનો એક વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર વાઇરલ થયો છે. કોચમાં ફાઇવસ્ટાર હોટેલોમાં હોય એવી ચોખ્ખાઈ અને સફાઈ જોવા મળે છે. ચેરની બાજુમાં કાચની મોટી-મોટી બારીઓ છે અને એમાંથી બહારનાં રમણીય દૃશ્યો જોઈ શકાય છે. આ બધા સિવાય કોચમાં બાળકોને રમવા માટે કિડ્ઝ ઝોન બનાવાયો છે. બાળકોનું ધ્યાન રાખવા માટે એક અટેન્ડન્ટ પણ હાજર હોય છે. ત્યાં વાર્તાનાં પુસ્તકો પણ છે.