ફિલિકો જ્વેલરી વૉટર નામની જૅપનીઝ કંપની ખરેખર દાગીના પણ સસ્તા લાગે એ ભાવે માત્ર એક લીટર પાણી વેચે છે.
અજબગજબ
ફિલિકો નામની કંપની પાણીને પણ અલ્ટ્રા-લક્ઝરી પ્રોડક્ટ બનાવીને વેચી રહી.
ફિલિકો જ્વેલરી વૉટર નામની જૅપનીઝ કંપની ખરેખર દાગીના પણ સસ્તા લાગે એ ભાવે માત્ર એક લીટર પાણી વેચે છે. પાણી આમ તો બેઝિક જરૂરિયાતની વસ્તુ છે, પણ ફિલિકો નામની કંપની પાણીને પણ અલ્ટ્રા-લક્ઝરી પ્રોડક્ટ બનાવીને વેચી રહી છે. ૨૦૦૫માં આ કંપની શરૂ થયેલી જેમાં પાણીની શુદ્ધતા પર ફોકસ કરવામાં આવ્યું છે. કોબે પ્રાંતના રોકોઉ નૅશનલ પાર્કનાં કુદરતી ઝરણાંઓમાંથી મેળવાયેલું આ પાણી ઇન્ડસ્ટ્રિયલ અને ઍગ્રિકલ્ચરલ પ્રદૂષણથી ખૂબ-ખૂબ દૂર રહે છે. કુદરતી ફ્રેશ ઝરણાંનું આ પાણી ટેસ્ટમાં પણ અનોખું લાગે છે એવો દાવો કરતી આ કંપનીએ પાણીને એવી મોંઘી કાચની બૉટલમાં પૅક કર્યું છે જે આર્ટવર્કથી કમ નથી. સ્વરોવ્સ્કી ક્રિસ્ટલ, ગોલ્ડથી જડેલી પાણીની બૉટલની કિંમત ૧૦૦૦ ડૉલરથી શરૂ થાય છે અને ૧૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૮.૫૦ લાખ રૂપિયા સુધી વેચાય છે.