ફરુખાબાદના સંજુ નામના યુવકે ઑટોમૅટિક ટેલર મશીન (ATM)માંથી ૩૦૦ રૂપિયા ઉપાડ્યા તો એમાંથી નકલી નોટ નીકળી હતી. એક ૧૦૦ની અને બીજી ૨૦૦ રૂપિયાની નોટ મશીનમાંથી નીકળી હતી અને એ બન્ને નોટ નકલી હતી.
સંજુ
ફરુખાબાદના સંજુ નામના યુવકે ઑટોમૅટિક ટેલર મશીન (ATM)માંથી ૩૦૦ રૂપિયા ઉપાડ્યા તો એમાંથી નકલી નોટ નીકળી હતી. એક ૧૦૦ની અને બીજી ૨૦૦ રૂપિયાની નોટ મશીનમાંથી નીકળી હતી અને એ બન્ને નોટ નકલી હતી. સંજુને પહેલાં તો ખબર જ નહોતી પણ ATM સેન્ટર પાસે ઊભેલા બીજા લોકોએ તેને કહ્યું કે નોટ નકલી છે. ધ્યાનથી જોયું ત્યારે RBIને બદલે RD લખેલું વંચાયું હતું. સિલ્વર બૅન્ડ પરનો રંગ પણ જુદો હતો. એ પછી તેણે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

