મધ્ય પ્રદેશના દમોહના બરખેડા ગામમાં લોકોએ એક ટ્રાન્સફૉર્મરનું હારતોરા કરીને સ્વાગત કર્યું હતું અને આરતી પણ ઉતારી હતી
અજબગજબ
લોકોએ એક ટ્રાન્સફૉર્મરનું હારતોરા કરીને સ્વાગત કર્યું હતું અને આરતી પણ ઉતારી
લોકો નવું વાહન ખરીદે કે નવી વસ્તુ લાવે ત્યારે ફૂલનો હાર પહેરાવીને, આરતી ઉતારીને એનું સ્વાગત કરતા હોય છે, પણ મધ્ય પ્રદેશના દમોહના બરખેડા ગામમાં લોકોએ એક ટ્રાન્સફૉર્મરનું હારતોરા કરીને સ્વાગત કર્યું હતું અને આરતી પણ ઉતારી હતી. ગામમાં ૧૦ દિવસથી ટ્રાન્સફૉર્મર બગડ્યું હતું એટલે લાઇટ નહોતી. ઘરમાં તો મુશ્કેલી પડતી હતી, પણ સાથોસાથ ખેતરમાં પણ પાકને નુકસાન થતું હતું. ખેડૂતોએ વારંવાર વીજવિભાગને ફરિયાદો કરી પણ માત્ર આશ્વાસન જ મળતું હતું. જોકે શુક્રવારે રાતે વીજ-કંપનીના અધિકારીએ હટામાં ટ્રાન્સફૉર્મર આવી ગયું છે એવું કહેતાં અધીરા ખેડૂતો જાતે જ ટ્રાન્સફૉર્મર લઈ આવ્યા અને શનિવારે સવારે વીજ-કંપનીના કર્મચારીઓએ ટ્રાન્સફૉર્મર શરૂ કર્યું એટલે લાઇટ આવી ગઈ હતી.