Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પરિવારજનોએ કબર માટે ચૂકવવું પડે છે ભાડું

પરિવારજનોએ કબર માટે ચૂકવવું પડે છે ભાડું

Published : 07 February, 2023 11:58 AM | IST | Guatemala City
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં જગ્યા ઓછી હોવાને કારણે ઘણી જગ્યાએ બહુમાળી કબ્રસ્તાન પણ બનાવાયાં છે

કબ્રસ્તાન

Offbeat News

કબ્રસ્તાન


એવું માનવામાં આવે છે કે મૃત્યુ પામ્યા બાદ વ્યક્તિ કબરમાં શાંતિથી સૂતેલો હોય છે, પરંતુ કબ્રસ્તાનમાં મરનારાઓને પણ શાંતિ નથી હોતી. તેમણે પણ એક જ કબરમાં સૂવા માટે ભાડું આપવું પડે તો નવાઈ નહીં. પોતાની સુંદરતા માટે જાણીતા સેન્ટ્રલ અમેરિકા ખંડના દેશ ગ્વાન્ટેમાલામાં આવું થાય છે. અહીં જગ્યા ઓછી હોવાને કારણે ઘણી જગ્યાએ બહુમાળી કબ્રસ્તાન પણ બનાવાયાં છે. આ બહુમાળી કબ્રસ્તાનમાં કબર માટે દર મહિને તેમના પરિવારજનોએ ભાડું ચૂકવવું પડે. જો કોઈક કારણસર ભાડું ન આપી શકે તો મડદાને કબરમાંથી કાઢીને એક સામૂહિક કબરમાં મૂકવામાં આવે છે અને એ જગ્યાએ બીજા મડદાને દફન કરવામાં આવે છે. અહીં કબરનું ભાડું પણ ઘણું વધારે છે, જેથી ઘણી વખત લોકો પોતે જીવતા હોય ત્યારે જ કબરના ભાડાની વ્યવસ્થા કરતા હોય છે. ગરીબો માટે અહીં ઘણી મુશ્કેલી છે. પ્રશાસનના મતે વધુ પડતી વસ્તી અને જ્ગ્યા ઓછી હોવાને કારણે આવો નિયમ બનાવવો પડ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2023 11:58 AM IST | Guatemala City | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK