અનાજના દાણા અને દોરામાંથી ભગવાનની મૂર્તિઓ બનાવતી ઓડિશાની અનોખી ‘ઓકલા કળા’ જબરદસ્ત આકર્ષણ જમાવી રહી છે. એને ‘પેડી ક્રાફ્ટ’ પણ કહેવાય છે.
અજબગજબ
અનાજના દાણા અને દોરામાંથી બની છે ભગવાનની ક્રાફ્ટ મૂર્તિઓ
અનાજના દાણા અને દોરામાંથી ભગવાનની મૂર્તિઓ બનાવતી ઓડિશાની અનોખી ‘ઓકલા કળા’ જબરદસ્ત આકર્ષણ જમાવી રહી છે. એને ‘પેડી ક્રાફ્ટ’ પણ કહેવાય છે.
અનાજના દાણા, દોરા અને વાંસનો ઉપયોગ કરીને લક્ષ્મીજી, ગણેશ, કૃષ્ણ, જગન્નાથજી, બલદેવજી, સુભદ્રાજી વગેરે અલગ-અલગ આકારની મૂર્તિઓ બનાવનાર કલાકારો પેઢીઓથી આ કામ કરે છે. એક મૂર્તિ બનાવતાં બેથી ત્રણ દિવસ લાગે છે. સૌથી પહેલાં ધાન્ય અને દોરાને વાંસની પટ્ટી પર બાંધીને પટ્ટી તૈયાર કરવામાં આવે છે અને એ પછી એને પાણીમાં પલાળી નરમ કરીને આકાર આપવામાં આવે છે. એ પછી દોરાની મદદથી મૂર્તિ બનાવવામાં આવે છે. અહીંના મેળામાં એનું ખાસ વેચાણ થાય છે અને લોકો આ કલાથી બનેલી મૂર્તિઓ ખૂબ પસંદ કરે છે. આ મૂર્તિઓની કિંમત ૪૦૦થી લઈને ૧૦૦૦ રૂપિયા સુધી હોય છે.