ચન્દ્રબાબુ નાયડુએ ચૂંટણી ટાણે આપેલું એક વચન પાળી બતાવ્યું છે
અજબગજબ
ચન્દ્રબાબુ નાયડુ
ચૂંટણીના સમયે નેતાઓ મન ફાવે એવા વાયદા કરતા હોય છે અને જીતી ગયા પછી ભૂલી જાય છે પણ એન. ચન્દ્રબાબુ નાયડુએ ચૂંટણી ટાણે આપેલું એક વચન પાળી બતાવ્યું છે. તેમણે સસ્તા ભાવે સારી ગુણત્તાનો દારૂ આપવાનું વચન મતદારોને આપ્યું હતું. નાયડુ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા એટલે તેમણે રાજ્યમાં કોઈ પણ બ્રૅન્ડના દારૂની ૧૮૦ એમએલની બૉટલ માત્ર ૯૯ રૂપિયામાં મળશે એવી જાહેરાત કરી છે. નવી શરાબનીતિ પ્રમાણે દારૂની દુકાનોનાં લાઇસન્સ હવે લૉટરી સિસ્ટમથી ફાળવાશે. લાઇસન્સ-ફીના પણ ચાર સ્લૅબ રાખ્યા છે. એમાં ૫૦ લાખથી ૮૫ લાખ સુધીની ફી ભરવી પડશે. ચંદ્રબાબુએ એવો તર્ક આપ્યો છે કે આ નીતિથી દારૂના ભાવ તો નિયંત્રિત થશે, પણ એની સાથે રાજ્યનાં આર્થિક હિતો અને પ્રજા વચ્ચે તાલમેલ બેસાડવાનો પ્રયાસ પણ બની રહેશે.