વિશ્વમાં એકમાત્ર શુદ્ધ આર્ય વધ્યા છે અને એ આ બ્રોકપા જનજાતિના લોકો છે એવો દાવો પણ કરવામાં આવે છે.
અજબગજબ
લદાખ
હા, બરાબર વાંચ્યું છે. પ્રેગ્નન્સી ટૂરિઝમ માટે યુરોપની મહિલાઓ લદ્દાખના એક ગામમાં આવે છે. આપણે મેડિકલ ટૂરિઝમ, રિલિજિયસ ટૂરિઝમ સાંભળ્યું હોય; પરંતુ આ થોડું વિચિત્ર અને ઘણા અંશે માનવામાં ન આવે એવું ટૂરિઝમ છે. લદ્દાખમાં કારગિલ સરહદથી ૭૦ કિલોમીટરના અંતરે આર્ય વૅલી નામનું ગામ છે. એવો દાવો કરવામાં આવે છે કે વિદેશી મહિલાઓ, ખાસ કરીને યુરોપિયન દેશોની મહિલાઓ સગર્ભા થવા અહીં આવે છે. આર્ય વૅલી ગામમાં બ્રોકપા જનજાતિના લોકો વસે છે. એવું કહેવાય છે કે આ બ્રોકપા જનજાતિના લોકો ઍલેક્ઝાન્ડરની સેનાના વંશજો છે. વિશ્વમાં એકમાત્ર શુદ્ધ આર્ય વધ્યા છે અને એ આ બ્રોકપા જનજાતિના લોકો છે એવો દાવો પણ કરવામાં આવે છે. સિકંદર જ્યારે ભારતમાંથી પાછો જઈ રહ્યો હતો ત્યારે તેના સૈન્યના કેટલાક સૈનિકો ભારતમાં વસી ગયા હતા અને આ તેમના જ વંશજો હોવાનું કહેવાય છે. સિકંદરના સૈનિકોનાં કદકાઠી સુદૃઢ અને બાંધો મજબૂત હતો એથી આવાં જ સંતાનો ઇચ્છતી વિદેશી મહિલાઓ અહીં આવે છે અને સગર્ભા થયા પછી જતી રહે છે. એ માટે વિદેશી મહિલાઓ પુરુષોને મોંમાગ્યા પૈસા આપે છે.