જાહેરાતમાં જણાવાયા મુજબ એજન્સી સાથે જોડાવા ૨૦૦ કરતાં વધુ લોકોની ભરતી કરવામાં આવશે.
Offbeat News
પ્રતીકાત્મક તસવીર
યુરોપિયન સ્પેસ એજન્સી એલિયન્સની શોધમાં મદદ કરવા માટે લોકોને આમંત્રણ આપી રહી છે. જોકે અરજીકર્તાઓ પાસે માસ્ટર્સની ડિગ્રી હોવી આવશ્યક છે. જાહેરાતમાં જણાવાયા મુજબ એજન્સી સાથે જોડાવા ૨૦૦ કરતાં વધુ લોકોની ભરતી કરવામાં આવશે.
રહસ્યમય નોકરી માટે જણાવાયું છે કે એજન્સી તરફથી પૃથ્વી પર નજર રાખવામાં આવે છે અને પ્રેરણાદાયી તથા અનન્ય અવકાશ કાર્યક્રમો લૉન્ચ કરવામાં આવે છે. અવકાશયાત્રીઓને તાલીમ આપવામાં આવે છે તથા બ્રહ્માંડ વિશેના અકળ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરી તકનિકી સીમાઓ વિસ્તારવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મંગળના સૂર્યાસ્તની અદ્ભુત તસવીર
અવકાશયાત્રીઓની ભરતીની છેલ્લી જાહેરાતમાં લગભગ ૨૩,૦૦૦ કરતાં વધુ લોકોએ અરજી કરી હતી. આ વર્ષે પણ એટલી જ અરજી આવવાની સંભાવના છે. અરજીકર્તાઓએ સ્વાસ્થ્ય તેમ જ સહનશક્તિની લાંબી પરીક્ષામાંથી પાર ઊતરવું પડશે. દૃષ્ટિ પણ સાફ અને સ્વચ્છ હોવા ઉપરાંત મનોવૈજ્ઞાનિક પરીક્ષા પણ પાસ કરવી પડશે.