નવાઈની વાત તો એ છે કે ૨૪ કલાકની અંદર જ એક વેન્ચર કૅપિટલ ઍનલિસ્ટે એમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી
Offbeat
સ્ટાર્ટઅપ ફાઉન્ડરનો નકલી પ્રોફાઇલ
છેલ્લા કેટલાક મહિનાઓના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) દ્વારા તૈયાર થનારા બોગસ પ્રોફાઇલને કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. રોશન પટેલ નામના િટ્વટર-યુઝરે કહ્યું કે એઆઇનો ઉપયોગ કરીને એક સ્ટાર્ટઅપ ફાઉન્ડરનો બોગસ પ્રોફાઇલ બનાવ્યો. નવાઈની વાત તો એ છે કે ૨૪ કલાકની અંદર જ એક વેન્ચર કૅપિટલ ઍનલિસ્ટે એમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રોશન પટેલ ન્યુ યૉર્કમાં રહેતા એક ઑન્ટ્રપ્રનર છે, જેણે એઆઇ આધારિત એક વાસ્તવિક જેવો જ દેખાતો ફોટો બનાવ્યો. હવે ટેક્નૉલૉજીમાં એટલો બધો સુધારો થયો છે કે બહુ થોડા સમયમાં એવો ફોટો બનાવી શકાય છે.
રોશન પટેલે કૅપ્શનમાં લખ્યું હતું કે ‘મેં એક સ્ટાર્ટઅપ ફાઉન્ડરનો બોગસ લિન્ક્ડઇન પ્રોફાઇલ બનાવ્યો હતો, જેમાં એણે કરેલાં કામોની વિગતો આપીને માત્ર ૨૪ કલાકની અંદર એક રોકાણકારે મારો સંપર્ક કર્યો હતો.’