ઇંગ્લેન્ડની બ્લૉગર પતિ સાથે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવા માટે બાળકોને પણ કાઢી મુકશે ઘરની બહાર
Offbeat
કાર્લા બેલુચી (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
વેલેન્ટાઇન્સ ડે (Valentine’s Day)ની ઉજવણી કરવા માટે કપલ્સ મહિનાઓથી પ્લાનિંગ કરતાં હોય છે. આજના દિવસે પોતાના પાર્ટનરને ખુશ કરવા દરેક વ્યક્તિ કંઈક વિશેષ કરે જ છે. આ વર્ષના વેલેન્ટાઇન્સ ડેને ખાસ બનાવવા માટે ઇંગ્લેન્ડ (England)ની બ્લોગર અને સોશ્યલ મીડિયા પર્સનાલિટી (Social Media Personality) કાર્લા બેલુચી (Carla Bellucci)એ કંઈક હટકે કરવાનો નિર્ણય લીધો છે તે આજનો આખો દિવસ એક પણ કપડું પહેર્યા વિના એટલે કે નગ્ન થઈને ઘરમાં ફરશે અને એ જ રીતે પતિ માટે ખાવાનું પણ બનાવશે. એટલું જ નહીં, નગ્ન થઈને પતિ સાથે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવા માટે બાળકોને પણ ઘરની બહાર કાઢી મુકશે.
ઇંગ્લેન્ડના હિચિન (Hitchin)માં રહેતી બ્લોગર કાર્લા બેલુચી કંઈક અલગ જ અંદાજમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવાની છે. એક પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં કાર્લાનાના જણાવ્યા પ્રમાણે, તે આખો દિવસ ઘરમાં કપડા વગર નગ્ન થઈને ફરશે. આ જ અવસ્થામાં તે પતિ માટે જમવાનું પણ બનાવશે. એટલું જ નહીં પતિ સાથેની આ રૉમેન્ટિક પળોમાં કોઈ હેરાન ન કરે એટલે તે બાળકોને પણ ઘરની બહાર મોકલી દેશે. કાર્લા બેલુચીને ચાર બાળકો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો - Valentine’s Day 2023 : ગૂગલનું આ ડૂડલ છે ને કેટલું પ્રેમાળ?
કાર્લાએ અન્ય મહિલાઓને પણ આવું કરવા માટે પ્રેરણા આપી છે. તેનું કહેવું છે કે, ‘હું મારું ઘર આખી બપોર અને સાંજ ખાલી રાખીશ, જેથી હું મારા પાર્ટનર સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરી શકું. જો ઘરમાં બાળકો હશે તો આ કરવું શક્ય નથી. એટલા માટે હું તેમને પણ ઘરમાંથી બહાર મોકલી દઈશ.. હું મારા પતિ માટે નગ્ન થઈને રસોઇ કરીશ. અન્ય સ્ત્રીઓએ પણ એવું જ કરવું જોઈએ. આમાં કશું ખોટું નથી. જ્યારે પતિ તમારી માટે ફૂલ, ચોકલેટ અને શેમ્પેન ખરીદી શકે છે તો તમે અમારા પતિને ખુશ કરવા કઈઈક જુદું ન કરી શકો? બન્ને બાજુથી ૫૦-૫૦ ટકા એફટર્સ હોવા જોઈએ.’
બ્લોગરનું માનવું છે કે, ‘મને લાગે છે કે જ્યારે આપણે આપણી જાત પર ધ્યાન આપવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે પતિ અહીં-તહીં ભટકવા લાગે છે. આવી પરિસ્થિતિમાં આપણે પોતાને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. સાથે પતિની ખુશીનું પણ ધ્યાન રાખવું જોઈએ. એક બ્યુટિફુલ રિલેશનશિપ માટે વ્યક્તિએ દરેક દિવસને વધુ સ્પેશ્યલ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. શારિરીક સંબંધ પણ એક બ્યુટિફુલ રિલેશનશિપનો ભાગ છે.’
આ પણ વાંચો - Valentine’s Day : કઈ રાશિના જાતકો પ્રેમમાં સફળ થાય છે? કોણ છેતરાય છે?
તમને જણાવી દઈએ કે, કાર્લા બેલુચી તેના બોલ્ડ અને બિન્દાસ સ્ટેટમેન્ટ્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે.