આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)માં ભવિષ્ય જોનારા અબજોપતિ ટેક ટાઇકૂન ઇલૉન મસ્કે ૨૦૨૩માં xAI નામે પોતાની AI કંપની શરૂ કરી છે અને હવે એને અંગ્રેજી સિવાયની ચાર વિદેશી ભાષાના ટ્યુટરની જરૂર છે
અજબગજબ
ઇલૉન મસ્કે
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)માં ભવિષ્ય જોનારા અબજોપતિ ટેક ટાઇકૂન ઇલૉન મસ્કે ૨૦૨૩માં xAI નામે પોતાની AI કંપની શરૂ કરી છે અને હવે એને અંગ્રેજી સિવાયની ચાર વિદેશી ભાષાના ટ્યુટરની જરૂર છે. આ ચાર ભાષા એટલે હિન્દી, ફ્રેન્ચ, ચીની અને અરબીના ટ્યુટર મસ્ક શોધી રહ્યા છે. આ ભાષાઓના નિષ્ણાતો સાથોસાથ અંગ્રેજી પણ એટલું જ સારું આવડતું હોવું જોઈએ. તેમણે AI ટ્યુટર-બીને ડેટા સાથે AI મૉડલનો વ્યાપ વધારવાનો છે અને એને વિવિધ ભાષાઓ શીખવાડવાની છે. ભાષાનિષ્ણાત દુનિયાના કોઈ પણ ખૂણેથી આ કામ કરી શકશે. માત્ર ૬ મહિનાની નોકરી માટે ઉમેદવારમાં ટેક્નિકલ રાઇટિંગ સ્કિલ હોવી જોઈએ. એ પત્રકાર કે પ્રોફેશનલ રાઇટરની સાથે-સાથે ભાષાનો અનુભવ હોવો જોઈએ. સોમવારથી શુક્રવારે સવારે ૯થી સાંજે પાંચ વાગ્યા સુધીની આ નોકરી માટે કલાક પ્રમાણે પગાર ચૂકવાશે એટલે કે કલાકદીઠ ૩૫થી ૬૫ ડૉલર એટલે કે અંદાજે ૨૯૦૦થી ૫૪૦૦ રૂપિયા પગાર મળશે.