સ્પેસએક્સ દ્વારા હાલમાં જ તેમના અત્યાર સુધીના સૌથી મોટા રૉકેટ સ્ટારશિપને સફળાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું હતું
લાઇફમસાલા
ઇલૉન મસ્ક
વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિઓમાંના એક ઇલૉન મસ્કે એક અઠવાડિયા સુધી ઑમ્લેટ નહીં ખાવાનું નક્કી કર્યું છે. ઇલૉન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા હાલમાં જ તેમના અત્યાર સુધીના સૌથી મોટા રૉકેટ સ્ટારશિપને સફળાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું હતું. જોકે આ સફળતા બાદ ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ ટેક્સસમાં જ્યાં આ રૉકેટ લૉન્ચ કરવામાં આવ્યું હતું ત્યાંની આસપાસની વાઇલ્ડલાઇફને નુકસાન પહોંચ્યું હતું. આ રિપોર્ટ મુજબ નવ પક્ષીઓના માળા તહસનહસ થઈ ગયા હતા. આ ન્યુઝ તેમની લીડ હતી જેને એક યુઝર દ્વારા ટ્વિટર પર શૅર કરવામાં આવ્યા હતા. આ વ્યક્તિને જવાબ આપતાં ઇલૉન મસ્કે ટ્વીટ કર્યું કે આ ખૂબ જ ભયાનક અપરાધ માટે હું હવે એક અઠવાડિયા સુધી ઑમ્લેટ નહીં ખાઉં.