ગુવાહાટીમાં અમચંગ વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરીમાંથી આ હાથી બહાર નીકળી ગયો
Offbeat
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
હાથી સામાન્ય રીતે ઉશ્કેરણી વિના કોઈને નુકસાન પહોંચાડતા નથી. હવે હાથીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ગુવાહાટીમાં અમચંગ વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરીમાંથી આ હાથી બહાર નીકળી ગયો. એ છ કિલોમીટર ચાલીને સતગાંવ એરિયાની એક લોકલ દુકાને જઈ પહોંચ્યો. અહીં તેણે થોડાં બિસ્કિટ્સ અને સ્વીટ્સ ખાધાં હતાં. એને માણ્યા બાદ અને થોડાંક પૅકેટ્સ પોતાની સાથે લઈ ગયા બાદ આ હાથી શાંતિથી વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરીમાં પાછો ફર્યો હતો. આ હાથીએ કોઈને નુકસાન નહોતું પહોંચાડ્યું.