એક વર્ષ કરતાં નાના બાળક સાથેની મહિલાઓને ઑન ધ સ્પૉટ સુગમ પાસ મળશે
અયોધ્યા રામ મંદિર
અયોધ્યાના રામ મંદિરમાં સરળતાથી દર્શન થાય એ માટે સુગમ પાસ મેળવવાની ઑનલાઇન સુવિધા તો છે જ, પણ હવે ૭૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ અને એક વર્ષથી નાના બાળક સાથેની મહિલાઓ માટે સ્પેશ્યલ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જાહેર કર્યું છે કે ૭૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને અને એક વર્ષ કરતાં નાના બાળક સાથેની મહિલાઓને ઑન ધ સ્પૉટ સુગમ પાસ મળશે. તેમણે કાઉન્ટર પર આધાર કાર્ડ બતાવવાનું રહેશે જેના આધારે તેમને તરત સુગમ પાસ આપવામાં આવશે.

