સામાન્ય રીતે બસ-સ્ટૅન્ડ બનાવવા માટે પાંચેક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે
અજબગજબ
આ બસ-સ્ટૅન્ડ માત્ર ૧૦,૦૦૦ રૂપિયામાં બની ગયું છે
‘વેસ્ટમાંથી બેસ્ટ’ ઉક્તિ ઘણી વાર સાંભળી છે, પણ આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લાના એક ગામે એ સાર્થક કરી બતાવી. જિલ્લાના રેણિગુંટા વિસ્તારમાં તિરુપતિ-ચેન્નઈ હાઇવે પર તુકિવાકમ ગામ છે. અહીં રોજ હજારો લોકો અને વેપારીઓ આવે છે, પણ બસ-સ્ટૅન્ડ નથી એટલે ટાઢ-તડકો હોય કે વરસાદ, લોકોએ બહુ મુશ્કેલી વેઠવી પડતી હતી. આ સમસ્યા ઉકેલવા માટે પંચાયતના અધિકારીઓ અને ગામના સરપંચ મુનિ શેખર રેડ્ડીએ કચરામાંથી સ્ટૅન્ડ બનાવવાનું નક્કી કર્યું. ગામમાં ભેગા થતા કચરાના ઉકરડામાંથી પ્લાસ્ટિકની બૉટલ, ટાયર અને પતરાં સહિતની નકામી વસ્તુઓ ભેગી કરી અને પ્લાસ્ટિકની ૨૦૦૦ જેટલી બૉટલમાંથી ૧૦ દિવસમાં બસ-સ્ટૅન્ડ બનાવી દીધું. સામાન્ય રીતે બસ-સ્ટૅન્ડ બનાવવા માટે પાંચેક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અને ટકાઉ છાપરું બનાવવા માટે ૫૦ લાખ રૂપિયા સુધીનો ખર્ચો થાય છે, પણ આ બસ-સ્ટૅન્ડ માત્ર ૧૦,૦૦૦ રૂપિયામાં બની ગયું છે.