બાદમાં ઈ-કૉમર્સ કંપનીએ લાટોના અન્ડરવેઅરને પોતાના લિસ્ટિંગમાંથી હટાવી દીધું, કારણ કે એની પૉલિસી મુજબ એ વપરાયેલાં અન્ડરવેઅર વેચી શકે નહીં ભલે એ સ્વચ્છ હોય
Offbeat News
અમેરિકાની ગાયિકા એલિશા મિશેલ સ્ટીફન્સ, (લાટો)
મલ્ટિનૅશનલ ઈ-કૉમર્સ કંપની ઈબે દ્વારા અમેરિકાની ગાયિકા એલિશા મિશેલ સ્ટીફન્સ, જે લાટો તરીકે ઓળખાય છે, તેની પૅન્ટીને વેચાણમાંથી હટાવી દેવાઈ છે. પરંતુ એ પહેલાં એને ખરીદવા માટે થયેલી હરાજીમાં એની કિંમત ૧,૦૦,૦૦૦ ડૉલર અંદાજે ૮૭ લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તેણે ઇન્ટરનેટ પર થતા ટ્રોલ સામે વળતર મેળવવા માટે ચિતા જેવી પ્રિન્ટની પૅન્ટીઝને વેચવાનો પ્રયત્ન કર્યો. વળી તેણે જુદા-જુદા પ્રસંગોએ આ અન્ડરવેઅર પહેરેલા ફોટોઝને પોસ્ટ કર્યા હતા. તેણે કહ્યું હતું કે મારી પાસે એક કરતાં વધુ આવી પૅન્ટીઝ છે જેને હું આજે પહેરીશ અને આવતી કાલે વેચી નાખીશ. એક પૅન્ટીની તો માત્ર ૩૦ મિનિટમાં હરાજી ૯૦,૮૦૦ ડૉલર સુધી પહોંચી હતી, જેની મદદથી તે એક મોટું મૅન્શન પણ ખરીદી શકે. બાદમાં ઈ-કૉમર્સ કંપનીએ લાટોના અન્ડરવેઅરને પોતાના લિસ્ટિંગમાંથી હટાવી દીધું, કારણ કે એની પૉલિસી મુજબ એ વપરાયેલાં અન્ડરવેઅર વેચી શકે નહીં ભલે એ સ્વચ્છ હોય. હરાજી બંધ થઈ જતાં ગાયક લાટોના મૅનેજરે મજાકમાં કહ્યું કે ‘અમારે લૉટરી નામક એક ગીત બહાર પાડવું જોઈએ, કારણ કે આ તો એક જૅકપૉટ જ લાગ્યો હતો. એક કપડાના ટુકડાના ૯૫,૦૦૦ કરતાં વધુ ડૉલર ઊપજી રહ્યા હતા.’