૧૬ મેએ થયેલા ડ્રૉમાં તેનું નસીબ ચમક્યું હતું.
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
દુબઈમાં મૂળ પંજાબની વતની ભારતીય મહિલા માટે ધીરજનાં ફળ ખરેખર મીઠાં પુરવાર થયાં છે. પાયલ નામની આ મહિલા ૧૨ વર્ષથી લૉટરીની ટિકિટ ખરીદતી હતી. હાલમાં તેણે ડ્યુટી-ફ્રી મિલેનિયમ મિલ્યનેર સિરીઝની ૩૩૩૭ નંબરની ટિકિટ ખરીદી હતી. આ ટિકિટ પર તેને ૮ કરોડ રૂપિયાની લૉટરી લાગી છે. ૨૦ એપ્રિલે મૅરેજ ઍનિવર્સરીના દિવસે પાયલના પતિ હરનેક સિંહે તેને ૧૦૦૦ દિરહામ આપ્યા હતા જેમાંથી તેણે લૉટરીની ટિકિટ લીધી હતી. ૧૬ મેએ થયેલા ડ્રૉમાં તેનું નસીબ ચમક્યું હતું.