Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુબઈમાં કારની નંબર-પ્લેટ માટે હરાજીમાં ચૂકવ્યા ૧૨૨ કરોડ

દુબઈમાં કારની નંબર-પ્લેટ માટે હરાજીમાં ચૂકવ્યા ૧૨૨ કરોડ

Published : 11 April, 2023 11:31 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નંબર-પ્લેટે વિશ્વની સૌથી ઊંચી કિંમતે વેચાવા બદલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

દુબઈમાં કારની નંબર-પ્લેટ માટે હરાજીમાં ચૂકવ્યા ૧૨૨ કરોડ

Offbeat News

દુબઈમાં કારની નંબર-પ્લેટ માટે હરાજીમાં ચૂકવ્યા ૧૨૨ કરોડ


પ્રત્યેક કારની નંબર-પ્લેટ હોય છે અને એ વાહનની આગવી ઓળખ હોય છે. ભારતમાં આરટીઓ વાહનને લાઇસન્સ્ડ નંબર-પ્લેટ ઇશ્યુ કરે છે. સામાન્ય રીતે લાઇસન્સ્ડ નંબર-પ્લેટ માટે ઘણી મોટી રકમ ચૂકવવી પડે છે અને એમાં પણ જો ચોક્કસ નંબર ધરાવતી નંબર-પ્લેટ ખરીદવી હોય તો એની વધુ કિંમત ચૂકવવી પડે છે, પણ ક્યારેય કોઈ કારની નંબર-પ્લેટ માટે ૧૨૨.૬ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ચૂકવ્યાનું સાંભળ્યું છે? 


વાસ્તવમાં મોટા ભાગે વિશિષ્ટ નંબરની લિલામી દુબઈમાં જ થાય છે. તાજેતરમાં થયેલા એક ઑક્શનમાં પી૭ લાઇસન્સ પ્લેટની કિંમત કરોડોમાં અંકાઈ હતી. આ લાઇસન્સ પ્લેટની કિંમત એટલી વધુ હતી કે એમાં મુંબઈની આસપાસના વિસ્તારોમાં મોંઘા ફ્લૅટ ખરીદી શકાય. 



વીઆઇપી કારની નંબર-પ્લેટ પી૭ ૫૫૦ લાખ દિરહામમાં વેચાઈ હતી, જેની કિંમત રૂપિયામાં લગભગ ૧૨૨.૬ કરોડ જેટલી થાય છે. આ નંબર-પ્લેટે વિશ્વની સૌથી ઊંચી કિંમતે વેચાવા બદલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. નંબર-પ્લેટ ખરીદનાર વ્યક્તિ ગુમનામ રહ્યો છે, જ્યારે હરાજીમાં મળેલી રકમ સીધી ‘વન બિલ્યન્સ મીલ્સ એન્ડોવમેન્ટ’ ઝુંબેશને ટેકો આપવા માટે ફાળવવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2023 11:31 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK