વરરાજા બઘવાયેલા ચહેરે પહેલાં ડ્રોન-ઑપરેટરની સામે જુએ છે અને પછી ખભાની પાછળથી સરકી પડેલા ડ્રોનને ઊંચકીને તેને પાછું આપી દે છે.
વરમાળા લઈને આવતું ડ્રોન વરરાજા પર જ તૂટી પડ્યું
આજકાલ લગ્નની વિધિઓને ખાસ બનાવવા માટે જાત-જાતનાં ગતકડાં થાય છે. લાર્જર ધેન લાઇફ કહેવાય એવા અનુભવો આપે એવી-એવી સજાવટ અને ટેક્નિક્સ અપનાવવામાં આવે છે. જોકે ક્યારેક એ અવળી પણ પડી જાય. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં વરરાજાના સ્વાગત માટેની વરમાળા ડ્રોન દ્વારા લાવવામાં આવે છે. ડ્રોન ઊડીને વરરાજાના રથ પાસે આવે છે ત્યારે બધા એ તરફ ઉત્સુકતાથી જોતા નજરે પડે છે. વરરાજા પણ એ માળા ગ્રૅબ કરી લેવા ઊંચા થાય છે, પણ અચાનક જ ડ્રોન દુલ્હા પર જ તૂટી પડે છે. વરરાજા બઘવાયેલા ચહેરે પહેલાં ડ્રોન-ઑપરેટરની સામે જુએ છે અને પછી ખભાની પાછળથી સરકી પડેલા ડ્રોનને ઊંચકીને તેને પાછું આપી દે છે. કોઈકે કમેન્ટ કરી હતી, ‘શાદી તો ટેક્નૉલૉજી વાલી થી, પર ડ્રોનને બાત બિગાડ દી.’

