Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બે વર્ષથી માથું ફાટી જાય એવી વાસ આવ્યા કરતી હતી ટેસ્ટમાં ખબર પડી કે નાકમાં ધાતુનો પૅચ સડી ગયો હતો

બે વર્ષથી માથું ફાટી જાય એવી વાસ આવ્યા કરતી હતી ટેસ્ટમાં ખબર પડી કે નાકમાં ધાતુનો પૅચ સડી ગયો હતો

Published : 07 October, 2024 05:30 PM | Modified : 07 October, 2024 05:44 PM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નમાં સાત વર્ષનો જિયાઓજુઓ છેલ્લાં બે વર્ષથી વિચિત્ર ફરિયાદ કરતો હતો. તેને લાગતું કે કંઈક વાસ આવ્યા કરે છે. તે ક્યાંય પણ જાય અને કંઈ પણ કરે તેને દુર્ગંધ આવ્યા જ કરતી.

નાકમાં ધાતુનો પૅચ સડી ગયો હતો

અજબગજબ

નાકમાં ધાતુનો પૅચ સડી ગયો હતો


ચીનમાં સાત વર્ષનો જિયાઓજુઓ છેલ્લાં બે વર્ષથી વિચિત્ર ફરિયાદ કરતો હતો. તેને લાગતું કે કંઈક વાસ આવ્યા કરે છે. તે ક્યાંય પણ જાય અને કંઈ પણ કરે તેને દુર્ગંધ આવ્યા જ કરતી. પહેલાં તો પેરન્ટ્સને લાગ્યું કે દીકરો ખોટી ફરિયાદ કરે છે, પણ જ્યારે તે દુર્ગંધને કારણે માથું ફાટી રહ્યું છે એવી ફરિયાદ કરવા લાગ્યો ત્યારે ડૉક્ટર પાસે લઈ ગયા. શરૂઆતમાં તો ડૉક્ટરને પણ સમજાયું નહીં, પણ પછી દીકરાના નાકમાં જ તપાસ કરતાં અંદર કશુંક ફસાયેલું હોય એવું લાગ્યું. કાળા રંગનું શું ફસાયું છે એ સમજવા સ્કૅન કર્યું તો એમાં ધાતુનું કંઈક છે એવું સમજાયું. આખરે ડૉક્ટરોએ સર્જરી કરીને એ ચીજ કાઢવાનું નક્કી કર્યું તો એ ધાતુનો પૅચ નીકળ્યો. બે વર્ષ સુધી અંદર રહેવાથી એ સડી ગયો હતો અને એની ઉપર જે કચરો જમા થયો હતો એ માથું ફાડી નાખે એટલી ગંદી વાસ ધરાવતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2024 05:44 PM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK