૪૪ વર્ષની એક મહિલાએ CT સ્કૅન કરાવ્યું એમાં તેના પેટમાં એક કાતર પડેલી દેખાઈ છે. બનેલું એવું કે આ મહિલાએ બે વર્ષ પહેલાં ગ્વાલિયરની કમલા રાજા હૉસ્પિટલમાં એક સર્જરી કરાવી હતી
અજબગજબ
મહિલાએ CT સ્કૅન કરાવ્યું એમાં તેના પેટમાં એક કાતર પડેલી દેખાઈ
મધ્ય પ્રદેશના ભીંડમાં ડૉક્ટરની બેદરકારીનો આંચકાજનક કિસ્સો સામે આવ્યો છે. ૪૪ વર્ષની એક મહિલાએ CT સ્કૅન કરાવ્યું એમાં તેના પેટમાં એક કાતર પડેલી દેખાઈ છે. બનેલું એવું કે આ મહિલાએ બે વર્ષ પહેલાં ગ્વાલિયરની કમલા રાજા હૉસ્પિટલમાં એક સર્જરી કરાવી હતી અને ત્યારથી તેને પેટમાં દુખતું રહેતું હતું. દવાઓથી કંઈ કામ ન થયું એ પછી ડૉક્ટરોએ આખરે CT સ્કૅન કરાવવાની સલાહ આપી. CT સ્કૅન થયું તો એમાં કાતર દેખાઈ જે પેટની સર્જરી વખતે ડૉક્ટરો અંદર ભૂલી ગયેલા અને તેમણે કાતર બહાર કાઢ્યા વગર જ ટાંકા લઈ લીધેલા.