Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભંગાર વેચતો આ માણસ દરરોજ ૫૦૦૦ કમાય છે

ભંગાર વેચતો આ માણસ દરરોજ ૫૦૦૦ કમાય છે

23 September, 2024 01:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર @D3vilsCall નામના અકાઉન્ટ પરથી શૅર થયેલા એક વિડિયોમાં વ્લૉગર રસ્તા પરથી કચરો વીણતા એક માણસને પૂછે છે, ‘દિન કા કિતના કમા લેતે હો?’

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અજબગજબ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


વાઇટ કૉલર જૉબના નામે રોજ ૧૦થી ૧૨ કલાક કામ કરતા લોકોને આંચકો લાગી જાય એમ છે, કારણ એ છે કે તમે બહુ ‘ઊંચા હોદ્દા’ પર રહીને મહિને લાખ-સવા લાખ રૂપિયા કમાતા હશો, પણ એક ભંગારવાળો આમ-તેમ ભટકીને એટલું કમાઈ લે છે. સોશ્યલ મીડિયા પર @D3vilsCall નામના અકાઉન્ટ પરથી શૅર થયેલા એક વિડિયોમાં વ્લૉગર રસ્તા પરથી કચરો વીણતા એક માણસને પૂછે છે, ‘દિન કા કિતના કમા લેતે હો?’ પેલો સહજતાથી કહે છે, ‘પાંચ હજાર...’ એ સાંભળીને અચરજમાં ડૂબેલો પ્રશ્નકર્તા પૂછે છે, ‘એક દિવસમાં?’ તો ફરીથી પેલો ભંગારવાળો હસતાં-હસતાં હા પાડે છે અને ત્યાંથી નીકળી જાય છે. આ વિડિયો નીચે કોઈકે કમેન્ટ કરી હતી, ‘બસ, હવે થેલો લઈને નીકળવાનું જ બાકી છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2024 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK