દારૂ પીધેલી હાલતમાં હતા અને તેમની વચ્ચે શરત લાગી કે જે વ્યક્તિ ફટાકડાને આગ ચાંપવામાં આવે ત્યારે એના બૉક્સ પર બેસેલો હોય તેને ઑટોરિક્ષા આપવામાં આવશે
અજબગજબ
ફટાકડા ધડાધડ ફૂટતાં શબારિશ ગંભીર રીતે ઘાયલ થયો અને ત્યાં જ તેનો જીવ નીકળી ગયો
બૅન્ગલોરમાં શબારિશ નામનો ૩૨ વર્ષનો યુવાન દારૂના નશામાં હતો ત્યારે તેના ૬ દોસ્તો સાથે લાગેલી વિચિત્ર શરતમાં તેનો જીવ ગયો હતો. બધા દારૂ પીધેલી હાલતમાં હતા અને તેમની વચ્ચે શરત લાગી કે જે વ્યક્તિ ફટાકડાને આગ ચાંપવામાં આવે ત્યારે એના બૉક્સ પર બેસેલો હોય તેને ઑટોરિક્ષા આપવામાં આવશે. શબારિશ એ વખતે એટલો નશામાં હતો કે તેને ફટાકડાના ધમાકાનો ડર પણ ન લાગ્યો. તે જઈને બૉક્સ પર બેસી ગયો અને તેના દારૂડિયા દોસ્તોએ પણ મજાક-મજાકમાં ફટાકડાને આગ ચાંપી દીધી. અંદરના ફટાકડા ધડાધડ ફૂટતાં શબારિશ ગંભીર રીતે ઘાયલ થયો અને ત્યાં જ તેનો જીવ નીકળી ગયો.