આ રોબો છ પૈડાં જોડેલા એક નાના સફેદ પ્લાસ્ટિકના બૉક્સ જેવા દેખાય છે,
એક સાઇકલસવાર નાઓમી ડેવિસે એમના ફોટો પણ પાડ્યા હતા
ઘણાં એવાં કામ છે જે માણસને બદલે રોબો કરી શકે છે. તાજેતરમાં ધ સ્ટારશિપ ટેક્નૉલૉજીઝ ફૂડ ડિલિવરી રોબાઝની ટ્રાયલ કૅમ્બ્રિજ ખાતે લેવામાં આવી હતી, જેમાં આ તમામ રોબો રોડ ક્રૉસ કરતાં પહેલાં સિગ્નલ ગ્રીન થવાની રાહ જોઈ રહ્યા હતા. એક સાઇકલસવાર નાઓમી ડેવિસે એમના ફોટો પણ પાડ્યા હતા તેમ જ કતારબંધ ઊભેલા રોબોઝને જોઈને આશ્ચર્યચકિત પણ થઈ હતી. લાઇનમાં ઊભા રહી રાહ જોતી વખતે સાત રોબો પૈકી એકે મહિલાને એના માટે એક બટન દબાવવા પણ કહ્યું હતું. આ રોબો છ પૈડાં જોડેલા એક નાના સફેદ પ્લાસ્ટિકના બૉક્સ જેવા દેખાય છે, જેમાં રાત્રે પીળા રંગની લાઇટ પણ ચમકે છે જેથી વાહનચાલકો એમને દૂરથી જોઈ શકે. એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે પપ્પાનો જન્મદિવસ હોવાથી કેક પણ મંગાવી હતી. જ્યારે બૉક્સ ખોલવામાં આવ્યું ત્યારે હૅપી બર્થ-ડે એવું ગીત પણ વાગ્યું હતું. હાલ ૫૦૦૦ ઘરોમાં લોકલ સ્ટોરમાંથી ડિલિવરી આપવાની ટ્રાયલ ચાલી રહી છે.

