નેટિઝન્સે ચાનો સ્વાદ બગાડવા બદલ બ્લૉગર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે
રૂહઅફ્ઝા ચા
ચા એક એવું પીણું છે જે અનેક લોકો માટે ટોનિકનું કામ કરે છે. ચા સાથે કરવામાં આવતી છેડછાડ કોઈને પણ નારાજ કરવા માટે પર્યાપ્ત છે. અનેક લોકો સાધારણ કે બિલકુલ સાકર વિનાની બ્લૅક ટી પીવાનું પસંદ કરતા હોય છે, જ્યારે કેટલાક લોકો ખૂબ બધા દૂધ અને ઇલાયચીવાળી ચા પસંદ કરે છે. જોકે કોઈએ ક્યારેય રૂહઅફઝા ચા બનાવવાનો વિચાર પણ કર્યો છે ખરો?
જોકે દિલ્હીનો એક ચાવાળો તેના ગ્રાહકો માટે ગુલાબી ચા બનાવે છે, જેમાં તે સારાએવા પ્રમાણમાં રૂહઅફ્ઝા નાખે છે. ચટોરે બ્રધર્સ નામના એક ફૂડ-બ્લૉગરે ગુલાબી ચાનો વિડિયો પોતાના બ્લૉગ પર અપલોડ કર્યો છે, જેમાં તે ગુલાબી ચા પીવાની કોશિશ કરે છે, પણ તરત જ આ અખતરો કરવા બદલ અફસોસ પણ વ્યક્ત કરે છે.
અત્યાર સુધી આ વિડિયોને ૨૨ લાખ વખત જોવાયો છે. નેટિઝન્સે ચાનો સ્વાદ બગાડવા બદલ બ્લૉગર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.