હિલ-સ્ટેશનો પર માનવમહેરામણ ઊમટ્યો હોય એવા વિડિયો પણ ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.
લાઇફમસાલા
હિલ-સ્ટેશનો પર માનવમહેરામણ ઊમટ્યો હોય એવા વિડિયો પણ ખૂબ વાઇરલ થઈ રહ્યા છે
ઉત્તર ભારતમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધી ગયું છે એટલે લોકો ગરમીથી રાહત મળે એ માટે પર્વતોમાં ફરવા નીકળી પડ્યા છે. એને લીધે પર્વતીય વિસ્તારમાં ખૂબ ટ્રાફિક જોવા મળી રહ્યો છે અને જાણીતી કે ઓછી જાણીતી જગ્યાઓએ પહોંચવા માટે લાંબી લાઇનો લાગી રહી છે.
View this post on Instagram
ADVERTISEMENT
હિલ-સ્ટેશનો પર માનવમહેરામણ ઊમટ્યો હોય એવા વિડિયો પણ ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. આવો જ એક વિડિયો દેહરાદૂનના હિડન જેમ કહેવાતા અને હવે જાહેર બની ગયેલા ગુચ્છુપાની ગુફાનો છે. વિડિયો-ફુટેજમાં એકાંત સ્થળ પર પ્રવાસીઓની ભીડ જોઈને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે ‘હે ભગવાન! આ દેહરાદૂનમાં છુપાયેલું રત્ન હતું. એની આવી હાલત જોઈને બહુ દુઃખ થયું.’