વિસ્ફોટની સાથે શરીરની અંદરના સડેલા અવયવો ફુવારાની જેમ ચોતરફ ફેલાતાં સમુદ્ર લોહીલુહાણ થઈ જાય છે. આવી ઘટનાઓ સમુદ્રમાં ઘટતી હોય છે
દરિયામાં શાર્ક અને જાયન્ટ વ્હેલ માછલીઓ બહુ ખતરનાક શિકારી પ્રાણી ગણાય છે
દરિયામાં શાર્ક અને જાયન્ટ વ્હેલ માછલીઓ બહુ ખતરનાક શિકારી પ્રાણી ગણાય છે. જો કોઈ નાની-મોટી બોટની આસપાસ આવી જાયન્ટ માછલી મંડરાય તો જબરો ખતરો ઊભો થઈ જાય છે. સામાન્ય રીતે સમુદ્રમાં જ મૃત્યુ પામેલી વ્હેલ માછલીઓ કાં તો તળિયે બેસી જાય છે કાં પછી તરતી-તરતી કિનારે આવી જાય છે. જોકે મરેલી વ્હેલ માછલી લાંબો સમય દરિયામાં પડી રહે તો શું થાય? આ ઘટનાનો વિડિયો ડૉ. શીતલ યાદવ નામના એક યુઝરે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. લાંબા સમય પહેલાં મરી ચૂકેલી વ્હેલના શરીરમાં સડો થવાને કારણે ગૅસ નિર્માણ થઈ જાય છે અને એ અચાનક ગૅસનો ગુબ્બારો ફૂટે એમ વિસ્ફોટ થાય છે. વિસ્ફોટની સાથે શરીરની અંદરના સડેલા અવયવો ફુવારાની જેમ ચોતરફ ફેલાતાં સમુદ્ર લોહીલુહાણ થઈ જાય છે. આવી ઘટનાઓ સમુદ્રમાં ઘટતી હોય છે, પણ એ કૅમેરામાં કેદ થાય એવું જવલ્લે જ બને છે.

