સામાન્ય રીતે મતદાન હોય એ દિવસે લોકો ટીવીમાં ક્યાં કેટલું મતદાન થયું, કોણ મતદાનથી વંચિત રહ્યું જેવા સમાચાર જોતા હોય છે, પણ અમેરિકામાં પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે લોકો પૉર્ન જોવામાં વ્યસ્ત હતા
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે મતદાન હોય એ દિવસે લોકો ટીવીમાં ક્યાં કેટલું મતદાન થયું, કોણ મતદાનથી વંચિત રહ્યું જેવા સમાચાર જોતા હોય છે, પણ અમેરિકામાં પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણીના દિવસે લોકો પૉર્ન જોવામાં વ્યસ્ત હતા. ઍડલ્ટ વેબસાઇટ પૉર્નહબે કહ્યું કે મતદાનના દિવસે તેમની વેબસાઇટમાં ૭ ટકા ટ્રાફિક વધી ગયો હતો. ડેમોક્રૅટ્સના સમર્થકો હોય એવાં બ્લુ સ્ટેટ્સ અને રિપબ્લિકનના સમર્થકો ધરાવતાં રેડ સ્ટેટ્સ એમ બન્નેમાં આ ટ્રાફિક વધુ હતો. જુદાં-જુદાં રાજ્યોના લોકોએ જુદા-જુદા કી-વર્ડ્સનો ઉપયોગ કર્યો હતો. કૅલિફૉર્નિયામાં યુઝર્સે ‘થિક ઍન્ડ કર્વી’ સર્ચ કર્યું, તો કોલોરાડોમાં ‘નો નટ નવેમ્બર’ સર્ચ કર્યું હતું. ફ્લૉરિડામાં ‘માગા’ સર્ચ કર્યું હતું. માગા એ ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’નું શૉર્ટ ફૉર્મ છે. ડોનલ્ડ ટ્રમ્પે આ સૂત્ર આપ્યું હતું. વૉશિંગ્ટન, વ્યોમિંગ, ન્યૂ મેક્સિકો, નૉર્થ ડકોતા અને સાઉથ ડકોતા, મિનેસોટા, લોવા, મિસુરી, લુઇસિયાના, ઇલિનૉઇ, ઓહાયો, ટેનેસી, ન્યુ યૉર્ક, રોડ આઇલૅન્ડના લોકોએ પણ જુદા-જુદા શબ્દોથી પૉર્ન શોધ્યું હતું. સવારે પૉર્ન સૌથી વધુ જોવાયું હતું, પણ સાંજે ૬થી ૧૬ ટકાનો ઘટાડો થયો હતો.