વેપારીએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ડૉગ સ્ક્વૉડ સાથે લૂંટારાઓનું પગેરું શોધવા કવાયત શરૂ કરી છે.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
બિહારના ગયા જિલ્લામાં લૂંટની આ ઘટના બની હતી. અકૌના ગામમાં સોમવારે સવારે ૨૦ જેટલા લૂંટારા ટ્રક લઈને આવ્યા હતા. બિસ્મિલ્લાહ ટ્રેડર્સના ગોડાઉનની પાછળની દીવાલના ટેકે સીડી મૂકીને ટોળકી અંદર ઘૂસી અને ૩ કર્મચારીને બંધક બનાવી દીધા. પછી મુખ્ય દરવાજાનું તાળું ખોલીને ટ્રક ગોડાઉનમાં લઈ આવ્યા. દોઢથી બે કલાકમાં જ લૂંટારાઓએ લસણની ૧૫૦ બોરી અને લોટની ૧૫૦ બોરી ટ્રકમાં ચડાવી દીધી હતી. જતાં-જતાં ટોળકીએ CCTV કૅમેરાનું DVR (ડિજિટલ વિડિયો રેકૉર્ડર) બગાડી નાખ્યું હતું અને કામદારોનાં મોબાઇલ અને સોનાની ચેઇન પણ ઉઠાવી ગયા હતા. વેપારી શેખ અબ્દુલ્લાનું કહેવું છે કે લૂંટારાઓ ગોડાઉનમાં ચડી શકાય એ માટે સીડી પણ સાથે લઈને જ આવ્યા હતા અને ૨૫ લાખ રૂપિયાનાં લસણ અને લોટ લૂંટી ગયા છે. વેપારીએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ડૉગ સ્ક્વૉડ સાથે લૂંટારાઓનું પગેરું શોધવા કવાયત શરૂ કરી છે.