દૂધની મલાઈને વલોવીને એમાંથી માખણ તારવવાનું કામ ખૂબ ધીરજ માગી લે છે. એમાંય જ્યારે સેંકડો ગાયો અને ભેંસ ધરાવતું ડેરી ફાર્મ હોય તો દરરોજ સેંકડો લીટર દૂધની મલાઈ નીકળે.
ડેરી ફાર્મનો અનોખો જુગાડ વૉશિંગ મશીનમાં માખણ વલોવી લેવાનું
દૂધની મલાઈને વલોવીને એમાંથી માખણ તારવવાનું કામ ખૂબ ધીરજ માગી લે છે. એમાંય જ્યારે સેંકડો ગાયો અને ભેંસ ધરાવતું ડેરી ફાર્મ હોય તો દરરોજ સેંકડો લીટર દૂધની મલાઈ નીકળે. જે ડેરીઓમાં હજી ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન પ્રવેશ્યું નથી અને હાથથી જ માખણ વલોવવાનું કામ થાય છે ત્યાં ઝટપટ કામ આટોપવા માટે અનેક જુગાડ ચાલતા હોય છે. જોકે @sanjay dairyfarmer નામના અકાઉન્ટ પરથી માખણ વલોવવાનો જે વિડિયો પોસ્ટ થયો છે એ હલબલાવી નાખનારો છે. એમાં છાશ વલોવીને માખણ તારવવા માટે વૉશિંગ મશીનનો ઉપયોગ થાય છે. વિડિયોમાં જથ્થાબંધ મલાઈ મૅન્યુઅલ વૉશિંગ મશીનમાં નાખવામાં આવે છે અને પછી ચર્ન કરવામાં આવે છે. ખરેખર એમાંથી કેટલું માખણ નીકળે છે એની વિડિયોમાં ખબર નથી પડતી.

